________________
આમુખ લોકશાહીને વરેલા કોઈ પણ સમાજને સુદઢ કરવો હોય તો એ સમાજની પ્રજાને જીવન વિશેના દર્શનને સુયોગ્ય ખ્યાલ આપવો જોઈએ. વળી વ્યકિતનું વ્યકિત તરીકેનું મૂલ્ય ને આદર એ સાચી લોકશાહીને પાયો છે. દરેક પ્રજાજનમાં આ ભાવના જન્મે તે માટે દુનિયાભરના બધા ધર્મ પ્રત્યે સમભાવ કેળવવાની આવશ્યકતા છે; અને આ માટે બધા જ ધર્મ, દર્શન, ચિંતન અને ફિલસૂફીના શુદ્ધ અને સાત્વિક જીવન દર્શનથી પ્રજાને પરિચિત કરાવવી તે જરૂરી પણ છે. એકબીજાના ધર્મના આદરભાવથી સમતા ખીલે છે અને સાંકડા થતા જગતમાં એકબીજાને સમજવા માટે એ આવશ્યક છે.
ગુજરાતની યુવાન પેઢી સર્વધર્મ સમભાવ કેળવે તેવી પુનિત ભાવનાની હરિઃ એમ આશ્રમના સદ્ગત પૂજ્ય શ્રી મોટાને આકાંક્ષા જન્મી અને જગતનાં સર્વધર્મ, દર્શન, ચિંતન, ફિલસૂફી વગેરેથી ગુજરાતની ગુણિયલ પ્રજાને પરિચિત કરાવવાની યોજના માટે એમણે સરદાર પટેલ યુનિવર્સિટીને રૂપિયા બે લાખનું આનંદશંકર બાપુભાઈ ધ્રુવ સ્મારક સર્વધર્મ દર્શન પ્રકાશન ટ્રસ્ટ’ સુપ્રત કર્યું છે. આ ટ્રસ્ટના વ્યાજમાંથી વિશ્વના વિવિધ ધર્મો, દર્શને, ચિંતક વિશેના પ્રમાણભૂત મૌલિક ગ્રંથો એક પછી એક પ્રગટ કરવાની અમારી યોજના છે.
આ ગ્રંથમાળામાં અગાઉ છ ગ્રંથો–ખ્રિસ્તીદર્શન, જરથુષ્ટ્રદર્શન, શીખદર્શન, ઈસ્લામદર્શન, હિન્દુદર્શન અને બૌદ્ધદર્શન પ્રકાશિત થઈ ચૂક્યા છે. જૈનદર્શન તેમાં પ્રકાશિત થઈ રહેલ સાતમો ગ્રંથ છે. આ ગ્રંથ મૂળ અંગ્રેજી ભાષામાં compendium of Jainism ને નામે લખાયો હતો. તેના લેખક, નિવૃત્ત ન્યાયમૂર્તિ અને બેન્કેર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ, શ્રી ટી. કે. કોલ જૈન ધર્મ અને દર્શનના ગંભીર અભ્યાસી છે. તેમના આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર શ્રીમતી ચિત્રાબહેન પી. શુકલે તૈયાર કર્યું છે. મૂળ અંગ્રેજી લખાણના અર્થભાવ તેમાં ઉતરે, તે માટે તેમણે બરાબર પ્રયાસ કર્યો છે. આ ઉપયોગી પુસતકને આ ગ્રંથમાળામાં પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું. આશા છે કે, આ ગ્રંથમાળામાં અગાઉ પ્રકાશિત થયેલા ગ્રંથની જેમ જ જૈનદર્શનને પણ વાચકો જરૂર આવકારશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org