________________
૧૮૬
સમજી શકતું નથી. ઘણાંખરાં દુષ્કૃત્યો અને ગુના, માણસ ગુસ્સાથી અકળાએલો હોય, ત્યારે જ થાય છે. ક્રોધ માનવતાના ઝરણાંને સુકવી નાખે છે. ગુસ્સે ભરાએલો માણસ પશુ જેવું આચરણ કરી બેસે છે અને મન અને હદયના ગુણો ગુમાવી બેસે છે.
ગુસ્સાભર્યા શબ્દો ઉપરથી વિકૃત મન અભિવ્યક્ત થાય છે. આવા શબ્દો બીજાને દુઃખ આપે છે અને ગુસ્સો કરનારને પાપમાં ખેંચે છે. ધીરજથી આવા શબ્દોને અંકુશમાં રાખી શકાય કારણ કે ધીરજ, ડહાપણ અને ક્ષમાનું પરિણામ છે.
સંસ્કૃતમાં ક્ષમા એટલે પૃથ્વી એવો અર્થ પણ થાય છે. પૃથ્વી ધીરજથી મનુષ્યની બધી જ દુષ્પવૃત્તિઓ સાંખી લે છે. સર્વ પ્રાણીઓને તે ફળ અને રક્ષણ આપે છે. ક્રોધ ધિક્કારને જન્મ આપે છે. ધિક્કાર શત્રુતાને સર્જે છે. શત્રુતા બંને પક્ષે દુઃખની પરંપરા સર્જે છે. અહિંસાવ્રતના પાલનથી ધીરજ અને ક્ષમા પ્રાપ્ત થઈ શકે. ક્ષમા દિવ્ય ગુણ છે. ઈસુ ખ્રિસ્તને શૂળી પર ચઢાવવામાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું “તેમને ક્ષમા કરે, પિતા, તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે.” મહાત્મા ગાંધીએ પોતાનાં મૃત્યુ પહેલાં પોતાના ખૂનીને ક્ષમા આપતા શબ્દો ઉચ્ચાર્યા હતા. આમ ક્ષમા પ્રેમ ઉત્પન્ન કરે છે અને મનની શાંતિ લાવે છે. તે નવાં કર્મોના આસવને રોકે છે અને જનાં કર્મોને ફેંકી દે છે. શાંતિ અને સુખ મનુષ્યની સૌથી વધારે સુખ ઉપજાવે એવી દલત છે. ક્રોધથી તેને ગુમાવીએ તે ક્ષમાથી તેને પુન: પ્રાપ્ત કરીએ છીએ.
ક્ષમા મનુષ્યનું સૌથી વધુ બળવાન કવચ છે. કર્મોને નિયમ છે કે વાવ્યું તેવું લણે. ક્રોધ અને હિંસા, યુદ્ધ અને દુ:ખનાં પ્રમુખ કારણે છે. અહિંસા અને ક્ષમા દ્વારા માણસ શાંતિ અને સુખની પુન: પ્રાપ્તિ કરી શકે. આ બંને ગુણો જીવનમાં સાચાં સ્વરૂપના આવિષ્કારો છે અને તેમનું આચરણ તે શ્રેષ્ઠ ધર્મ છે. જે સહન કરે છે, તિતિક્ષા દાખવે છે અને ક્ષમા આપે છે તે પિતાના ધર્મને જાણે છે. પાપથી તે મુક્ત રહે છે કારણ કે તેણે ધર્મને સૌથી મેટો પાઠ ગ્રહણ કર્યો છે.
૨, ઉત્તમ માવ માર્દવ એટલે વાણી અને કાર્યોમાં મૃદુતા. તે અભિમાનથી મુક્તિ અપાવે છે. માણસના હૃદયને સૌજન્યભર્યું બનાવે છે અને તેનું વલણ નરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org