SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જોઈએ. આ બધી વસ્તુઓમાંથી તૈયાર થએલું ભોજન તેણે બીજાને પીરસવું ન જોઈએ. ટૂંકમાં, તેણે ન રાંધેલું કે પૂરતું ન રંધાયું હોય એવું ખાવાનું ત્યજી દેવું જોઈએ. શ્વેતાંબર ગ્રંથ અનુસાર પ્રતિમાઓની યાદીમાં આ વ્રત સાતમું આવે છે. ઉકાળ્યા વિનાનું પાણી અને ક્ષારયુકત પાણી નિષિદ્ધ છે. આ અવસ્થાએ પહોંચેલી વ્યકિત સચિત્તપ્રતિમધારી કહેવાય છે. આ ક્રમે પહોંચેલો સાધક કશું ખાતે કે પોતે નથી. રાત્રે તે ભજન, પાણી, નાસ્તે, પાન, સોપારી, કશું જ ખાતા નથી. આશાધર આમાં દિવસના ભાગમાં મૈથુનને પણ સમાવેશ કરે છે. ઋતુ સિવાયના, પ્રજોત્પત્તિના હેતુથી જ કરેલાં મૈથુનને પણ તે આ વ્રતમાં આવરી લે છે. શ્વેતાંબરોના મત પ્રમાણે છઠી પ્રતિમા સન્નાવર્ગનપ્રતિમા છે. તે અનુસાર શ્રાવકે પોતાની પત્ની સાથેનાં માત્ર મૈથુનનો જ પરિવાર નથી કરવાનો પણ તેને પત્ની સાથે એકલાં પડવાનો કે વાત કરવાનો પણ નિષેધ છે. ७. ब्रह्मचर्यप्रतिमा આ ક્રમે પહોંચેલા ગૃહસ્થ, મૈથુનકર્મ અશુદ્ધ માનવદેહની પ્રવૃત્તિ છે એમ માનીને સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. તેની મૈથુનની ઈચ્છાઓ વિરમી ગઈ હોવી જોઈએ. તેણે પોતાની પત્ની સાથેનાં એકાંતને પણ પરિવાર કરવો જોઈએ અને મૈથુનના પૂર્વાનુભવોનું સ્મરણ ન કરવું જોઈએ. જાતીય ઇચ્છાઓને પ્રબળ બનાવે એવો આહાર તેણે લેવો ન જોઈએ. સ્ત્રીઓનું ધ્યાન ખેચે તેવાં વસ્ત્રો કે સુગંધિત દ્રવ્ય તેણે વાપરવા ન જોઈએ. અનીતિમય સ્ત્રીઓની વાર્તાઓ તેણે વાંચવી ન જોઈએ, નૃત્યપ્રયોગો જોવા ન જોઈએ, અને માનસિક શુદ્ધિને હાનિ થાય તેવાં ચિત્રો તેણે જોવાં ન જોઈએ. આ ક્રમે પહોંચેલે સાધક બ્રહ્મચર્યપ્રતિમાધારી કહેવાય. Aવેતાંબર ગ્રંથો પ્રમાણે અબ્રહ્મવર્જનપ્રતિમા ૬ઠ્ઠા ક્રમમાં છે અને જાતીય જીવન પર નિયમનો મૂકે છે. ८. आरम्भत्यागप्रतिमा કૃષિ, વાણિજ્ય, વ્યાપાર, નેકરી જેવી પ્રવૃત્તિઓને પરિહાર કરવો જોઈએ. પિતાના પરિગ્રહો પર વ્યક્તિએ મર્યાદા મૂકવી અને સાદાં જીવન માટે જેટલું જરૂરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy