________________
શકે. તે વખતની પ્રચલિત માન્યતા પ્રમાણે મંત્રવિદ્યા પરનું પ્રભુત્વ ઉચ્ચપદનું લક્ષણ ગણાતું. જૈન આચાર્યોના દાવા હતા કે તેઓ પ્રખર મન્ત્રવાદીઓ હતા. જૈન ધર્મને હિંદુ સંપ્રદાયોની સ્પર્ધા કરવાની હતી. પ્રચલિત પૂજાવિધિના સંપર્કમાં રહીને, સામાન્ય માણસાને જૈન ધર્મ પ્રત્યે આકર્ષિત કરવા આ જાતની પૂજા દાખલ કરવામાં આવી હશે.'
૫૧
જૈન તત્ત્વવિદ્યા પ્રમાણે અસ્તિત્વની ચાર દશામાંની એક દશા દેવગતિ છે. આ ગતિમાં પેાતાનાં સત્કર્મોને કારણે ભવનવાસી, વ્યંતરવાસી, જ્યોતિષ્ઠ કે કલ્પવાસી બનીને દેવતિ પામ્યાથી જીવ સ્વર્ગમાં વસી શકે. આ દેવાને જન્મ અને પુનર્જન્મ લેવા પડે છે. તેઓ બીજા જીવાને વરદાન આપી શકતા નથી. મનુષ્ય કરતાં તે એક ઉચ્ચતર કક્ષાના હોય છે પણ જન્મ મૃત્યુના ચક્રમાંથી સંપૂર્ણ મેાક્ષ મેળવવા માટે તેમણે મનુષ્ય તરીકે જન્મ લેવા પડે છે. તેમના નિવાસ સ્વર્ગલાકમાં નિશ્ચિત થયા હોય છે. ત્યાં પુણ્યના ક્ષય થાય ત્યાં સુધી તેમણે પુણ્યનાં ફળ ભાગવવાનાં હોય છે. તેમના જીવનકાળ અથવા પદને આધારે તેમનામાં દરજ્જા હોય છે.
જૈનધર્મ મનુષ્યની દિવ્યતામાં માને છે. ઈશ્વરત્વ એટલે પ્રત્યેક જીવમાં રહેલી વિશુદ્ધિ અને પૂર્ણત્વની પ્રાપ્તિ. તીર્થંકરોએ સર્વજ્ઞત્વ અને પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું હોય છે.
પૂજા વિષેના વિચારો
જૈના તીર્થંકરોને શા માટે પૂજે છે? તેઓ તીર્થંકરોને પૂજે છે કારણ કે તીર્થ કરો પૂર્ણત્વ અને સર્વજ્ઞત્વ પામીને મુકત જીવા બન્યા હોય છે. તીર્થંકરો મર્ત્ય હતા. તેમણે વધારે ઉચ્ચ સ્થિતિની આકાંક્ષા રાખી નથી હોતી પણ અંતદૃષ્ટિ કેળવી હોય છે. તેમણે જૈન ધર્મ અને સંસ્કૃતિના પ્રકાશ ફેલાવ્યા છે. તેમણે જીવનનાં શાશ્વત સત્યાના ઉપદેશ આપ્યો, તે સત્યોને અનુસર્યા અને સંસારનાં વિઘ્ને પાર કરવામાં લાખો લોકોને સહાય કરી. તેમણે પેાતાના જીવની દિવ્યતાના સાક્ષાત્કાર કર્યો હાય છે. તીર્થંકરોની પૂજામાં આત્મસાક્ષાત્કારના પંથે જવાના ધ્યેયના ઉપદેશની પૂજા છે. જૈને વરદાન માંગતા નથી કારણ કે તીર્થંકર વરદાન આપી શકે નહીં. દિવ્યકૃપા જેવું કાંઈ હોતું નથી. પાતાના જીવને ઉન્નત કરીને દિવ્યતા કેળવવાની હોય છે.
સત્તાના સિધ્ધાંતાને સૂત્રાત્મક રીતે રજુ કરતા પેાતાના ધર્મગ્રંથ તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વામીએ પ્રારંભના શ્લેાકમાં જ પૂજાના હેતુ વિષે લખ્યું છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org