________________
૧૯૦
મન અને વિચારની શુદ્ધિ માટે પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ જ્ઞાન અનિવાર્ય છે. તેમના વિના ઇન્દ્રિયોની, દેહની, ઉપભોગની, અસ્તિત્વની ઝંખના આપણને સાચે માર્ગેથી ગેરરસ્તે દોરે છે. આ ઝંખનાઓને અંકુશમાં ન રખાય કે તેમને ઉપશમ ન થાય, ત્યાં સુધી શુદ્ધિની સિદ્ધિ ન થાય. અહિંસા, સત્ય, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય અને વિતરાગિતામાંથી યુત થવાય તે જીવ દૂષિત બને છે અને નવાં કર્મોને આશ્રવ વધુ ઝડપી બને છે એટલે આ પાંચ વ્રતોનું પાલન જીવની શુદ્ધિનું સર્વસ્વ છે.
સાંસારિક ઉપભેગો માટેની વિલાસસામગ્રીઓ પ્રાપ્ત કરવા માટે જરૂરી સંપત્તિ અને બળની પ્રાપ્તિ માટે મનુષ્ય પ્રવૃત્તિશીલ રહે છે. આવું કરતાં તેણે એવી પ્રવૃત્તિઓમાં ઉતરવું પડે છે જે તેને આવેગભર્યા અને અશુદ્ધ વિચારોમાં ખેંચે છે. પોતાના સ્વાર્થી હેતુ સિદ્ધ કરવા જતાં પોતાને થતાં નુકસાનની તે ઉપેક્ષા કરે છે. તે બીજાઓને ધિક્કાર વહોરે છે અને કડવાશ સર્જે છે. જીવન એક અંધાધુંધી બની જાય છે અને આ સંઘર્ષમાં તે મનની સમતુલા ગુમાવે છે. તે બીજાંનું બુરું વિચારે છે અને બીજાં તેનું બુરું વિચારે છે. આમાંથી રક્તપાત અને પરસ્પર વૈરભાવ ઉત્પન થાય છે.
આવી જીવનપદ્ધતિથી સતત દુષ્કર્મોનો આસવ પેદા થાય છે અને માનવ અસ્તિત્વનો હેતુ માર્યો જાય છે. માનવજન્મ દુર્લભ છે અને કર્મોનાં ઉપશમન માટે તેમજ જીવના સાક્ષાત્કાર માટે તકને સદુપયોગ કરવે જ જોઈએ. કોઈ પોતાનું આયુષ્ય લંબાવી શકતું નથી. મિથ્યાવાદને વળગી રહેવાથી જીવને અનેક હલકા જન્મ અને મૃત્યુના ફેરામાં સપડાવું પડે છે. માત્ર સગુણોની પ્રાપ્તિ અને જીવનધ્યેય પ્રત્યેની સતત જાગૃતિ જ તેમાંથી છુટકારો અપાવી શકે.
તૃષ્ણાઓ અને ઝંખના પર વિજય મેળવ્યાથી અને આત્મસંયમ દ્વારા જીવની શુદ્ધિ પ્રાપ્ત કર્યાથી જીવનના ધ્યેયને સાક્ષાત્કાર કરી શકાય. દેહ, જીવની શુદ્ધિનું ઉપકરણ માત્ર બની શકે.
૬. ઉત્તમ સંયમ હિંસક વિચારો અને કર્મો તેમજ ઇંદ્રિયવૃપ્તિના વિચારોને પરિહાર અથવા ઍન્દ્રિય સુખની રતિ પર સંયમ તે આત્મસંયમ. આને કારણે નવાં કર્મોને આસવ બંધ થાય છે. સંયમ તે સચ્ચારિત્ર્યનો પાયો છે. આત્મસંયમ દ્વારા પોતાના પર પ્રભુત્વ અને કષાયો પર અંકુશ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org