________________
૧૮૯
રહિત વ્યક્તિને સત્યને સાક્ષાત્કાર થતો નથી. “જ્યાં સત્ય નથી, ત્યાં સાચું જ્ઞાન ન હોઈ શકે આનંદની જેમ સત્ય પણ શાશ્વત છે. સત્યમાંથી પ્રેમ, સુકુમારતા અને નમ્રતા પ્રગટે છે. સત્યના સાધકે ધૂળની રજ જેવાં નમ્ર બનવાનું છે. સત્યના પાલન સાથે એની નમ્રતા વધે છે.”
સત્ય વિશુદ્ધ જીવને ગુણ છે. તે કડવાશ અને ઉદ્ધતાઈથી મુકત, તેમજ સરળ છે. મિથ્યાત્વ અને નિન્દાની નિર્બળતાથી તે પીડાતું નથી. સત્યશીલ મનુષ્ય હંમેશાં નમ્ર પણ દઢ હોય છે. પોતાની વાતમાં તે ડગમગતો નથી કારણ કે ભય અને ક્રોધથી તે મુક્ત હોય છે.
સત્ય હંમેશાં વિજયી નીવડે છે. તે બીજાને વિશ્વાસ પ્રાપ્ત કરે છે. વિશ્વનાં બધાં સત્કૃત્યોને તે પાયો છે. તેના વિના વ્યકિત કે જાતિને સાચો વિકાસ શકય નથી.
બીજાને હાનિકારક હોય, ત્યાં સત્યનાં ઉચ્ચારણને પરિહાર કરવો જોઈએ. સત્યને કારણે બીજાની બદનસીબીની સંભાવના હોય, તે પણ તેને પરિહાર કરવો જોઈએ. જે સાચું બોલે તેમણે મધુર શબ્દોમાં સાચું બોલવું જોઈએ જેથી બીજાને ઉશ્કેરાટ ન થાય.
ઉત્તરાર્થનમૂત્રમાં ભાવ સત્ય, કરણસત્ય અને યોગસત્યનો ઉલ્લેખ છે, જેનો અર્થ અનુક્રમે “મનની પ્રામાણિકતા, ધાર્મિક આચરણની પ્રામાણિકતા અને કાર્યની પ્રામાણિકતા એવો થાય છે. વિચારની પ્રામાણિકતા અથવા સત્યનિષ્ઠા મનને વિશુદ્ધ કરે છે અને મનુષ્યને ધર્માચરણમાં પૂર્ણ સહાય દે છે. ધર્મનું પ્રામાણિક આચરણ મનુષ્યને કર્મસંગ્રહમાંથી મુક્ત કરે છે અને નવાં કર્મોના આમ્રવને બંધ કરે છે. સત્યનિષ્ઠ કાર્ય સુખ અને સ્નેહ ઉત્પન્ન કરે છે.
૫. ઉત્તમ શૌચ શુદ્ધિ માણસના મનમાંથી ઝંખના અને લોભને કાઢી નાંખે છે અને સંતોષ તેમજ સમત્વને જન્માવે છે. આંતરિક શુદ્ધિ વિનાની માત્ર દેહની શુદ્ધિ નિરર્થક છે. આંતરિક શુદ્ધિ ક્રોધ, લોભ, માન અને મોહથી ઝંખવાઈ જાય છે. સંસારનાં બધાં દુ:ખનાં મૂળરૂપ નિર્બળતાઓમાંથી મુકત થવામાં જ જીવની સાચી શુદ્ધિ સમાએલી છે. જીવ દેહ કરતાં ભિન્ન છે. ઇંદ્રિયની ઝંખના જીવની શુદ્ધિને દૂષિત કરે તે ચલાવી લેવું ન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org