SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ ઇચ્છે છે” અને “મનુષ્યના મૂળ હકોમાં, મનુષ્યના વ્યકિતત્વના ગૌરવ અને લાયકાતમાં તેમજ સ્ત્રીપુરુષના સમાન હકમાં ફરી દઢ શ્રદ્ધા વ્યકત કરવા માટે...” આમ છતાં યુદ્ધ થયાં છે અને સારા પડોશી થવાનાં કથનો તેમજ પરસ્પર સહિષ્ણુતાની વાતે નિરર્થક નીવડી છે. આનું કારણ એ છે કે યુદ્ધ કરતી પ્રજા મનુષ્યજીવનનાં ગૌરવ અને પવિત્રતાને ભૂલી જાય છે. એક આગળ પડતાં રાષ્ટ્ર સાથેના ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં મહાત્મા ગાંધીએ અહિંસાના નૈતિક બળની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. તેમણે કહ્યું કે પ્રેમ જો જીવનને કાયદો ન હોત, તો મૃત્યુ વચ્ચે જીવન ટકી રહ્યું ન હોત. “ગુરુત્વના નિયમની જેમ પ્રેમને નિયમ પ્રવર્તશે-પછી આપણે તેને સ્વીકાર કરીએ કે ન કરીએ. જેમ જેમ આ નિયમનું હું વધારે પાલન કરું છું તેમ મને જીવનમાં વધારે ને વધારે આહલાદ મળતો જાય છે અને વિશ્વની રચનાને સમજવાનો નવો પ્રકાશ લાધે છે.” આ નિયમને નિષ્ઠાપૂર્વક વળગી રહેવામાં આવે તે જ રાષ્ટ્રીય જીવનમાં સંવાદ અને શાંતિ જળવાય તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધ જળવાય. આખા જગતમાં ઘણાંખરાં સ્ત્રીપુરુષો તેમજ તેમના નેતાઓ પોતપોતાના ધર્મના આદેશ અનુસાર મંદિર, દેવળ કે મસ્જિદમાં જાય છે, અને દયાળુ વ્યક્તિની ધન્યતા વિશેના ઉપદેશે સાંભળે છે. તેથી જે કાંઈ સાંભળ્યું કે વાંચ્યું હોય, તેનું ભકિતપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પાલન કરવું આજે જરૂરી છે.” આપણે જે યુગમાં જીવીએ છીએ તે અયુગ કહેવાય છે. વિવિધ માર્ગોએ કાર્યશકિત (ઊર્જા)ના નવા સ્ત્રોત શોધ્યા છે પણ સેવા અને માનવહિતની દષ્ટિએ તેમને વિચાર કરવાને બદલે સંહારક શસ્ત્રો ઉત્પન્ન કરવામાં આપણે તેમનો ઉપયોગ કર્યો છે. આનું અસ્તિત્વ પહેલાં અજાણ્યું ન હતું. શબ્દ ઉપનિષડ્માં જોવા મળે છે પણ વેદાન્તને અણુસિદ્ધાંતની ખબર નથી. પ્રો. હિરીયાણાના કહેવા પ્રમાણે બાકીની વિચારધારાઓમાંથી સંભવત: અણુનું જૈન રૂપ સૌથી પ્રાચીન છે. આ મત પ્રમાણે અણુ એક જ પ્રકારનાં હેય છે પણ અનેકવિધ વસ્તુઓ ઉત્પન્ન કરી શકે છે તેથી જ દ્રવ્યનું સ્વરૂપ અનિશ્ચિત માનવામાં આવ્યું છે. પુદ્ગલના કેટલાંક અસંક્રામ્ય લક્ષણ છે પણ તેમની સીમાની અંદર ગુણાત્મક અવકલન પ્રમાણે તે કોઈ પણ રૂપ ધારણ કરી શકે. તોનું તત્તાંતરણ આ મત પ્રમાણે શકય છે– માત્ર કિમીયાગરનું સ્વપ્ન નથી. દ્રવ્ય આનું બનેલું છે તે વાત સૌ પ્રથમ જૈનોએ જાહેર કરી એવા મત સાથે ડૉ. હરમાન યાકોબી સંમત થાય છે. જૈનેના મત પ્રમાણે ગુણવત્તાના સંદર્ભમાં અણુઓ અક્કસ છે. તેઓ બાદર કે સૂક્ષ્મ અવસ્થામાં હોઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy