________________
૨૪૬
નિરીક્ષક કહે છે કે પાણીથી ભરેલા કરમાં હવા નથી, જ્યારે બીજો એમ કહે કે એમાં હવા સિવાય કશું નથી. બંને પોતપોતાની દષ્ટિએ સાચા છે કારણ કે પાણી માત્ર વાયુમય દ્રવ્ય છે અને પ્રવાહી દ્રવ્ય તરીકે આવિષ્કૃત થયું હોવા છતાં હાઇડ્રોજન અને ઑકિસજનના અણુઓનાં પરસ્પર સંયોજનથી ઉદ્ભવ્યું છે.
સ્યાદ્વાદ સ્વભાવે માત્ર ચિંતનશીલ નથી, પરંતુ સત્તામૂલક પ્રશ્નના ઉકેલની ચાવી પણ આવે છે. તેણે દાર્શનિકોને વિચારોની દઢતા આપી પ્રતીતિ કરવી છે કે સત્ય કોઈ સાંપ્રદાયિક ધર્મની મર્યાદામાં બંધાતું નથી. તે કોઈનો ઇજારો નથી. સાધકને તે બૌદ્ધિક સહિષ્ણુતાનો ગુણ આપે છે. આવી સહિષ્ણુતા જૈન ધર્મના મૂળ સિદ્ધાંત-અહિંસાના જ એક ભાગરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org