________________
(૭) કુશ્રુત અને (૮) વિભંગાવધિ અથવા અવધિનું અજ્ઞાન. છેલ્લાં ત્રણ તે પ્રથમ ત્રણનાં અયથાર્થ જ્ઞાન છે. નેમિચન્દ્ર પેાતાના પ્રખ્યાર્થસંપ્રદુ માં જ્ઞાનને દર્શન પછી મૂકે છે. ઉમાસ્વામી જ્ઞાનને પહેલું અને દર્શનને પછી મૂકે છે. તત્ત્વાર્થસૂત્ર પરની ટીકામાં પૂજ્યપાદે જોવી સમજુતી આપી છે કે દર્શન કરતાં જ્ઞાન ઉત્કૃષ્ટ છે.
૬૯
મતિજ્ઞાન એટલે ઇન્દ્રિયો દ્રારા પ્રાપ્ત થએલું જ્ઞાન. મનની ક્રિયા દ્રારા થએલાં જ્ઞાનને પણ અહીં જ સમાવેશ થઈ જાય છે. શ્રુતજ્ઞાન એટલે ધર્મગ્રથાના વાચન અથવા શ્રવણથી થતું જ્ઞાન. એને શબ્દજ્ઞાન કહી શકાય. મતિજ્ઞાન, જે શાબ્દજ્ઞાન નથી, તેનાથી તે ભિન્ન છે. ધર્મગ્ર ંથાના જ્ઞાન માટે ભદ્રબાહુ બુદ્ધિના આઠ ગુણા જરૂરી માને છે : (૧) સાંભળવાની ઇચ્છા (૨) વારંવાર પ્રશ્ન (૩) સાવધાનપણે શ્રવણ (૪) ગ્રહણ ( ૫ ) પરિપૃચ્છા ( ૬ ) વિશ્વાસ ( ૭ ) ધારણા ( ૮ ) યથાર્થ આચરણ. જે કાંઈ લખાયું હોય તેને સમજવાની શક્તિ તે જ્ઞાન. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ફેર એ છે કે મતિજ્ઞાનમાં ભાષા કે પ્રતીક જેવાં ઉપકરણાની જરૂર પડતી નથી જયારે શ્રુતજ્ઞાનમાં, ધર્મગ્રંથો દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન માત્ર વાંચવા કે સાંભળવા પૂરતું સીમિત ન રહેતાં, વ્યક્તિની શક્તિ અનુસાર ચિંતન અને કાર્યમાં પરિણમે છે.
ત્રીજા પ્રકારનું જ્ઞાન અવધિજ્ઞાન એટલે કે અલૈંદ્રિય જ્ઞાન છે. આ જ્ઞાન જીવ સીધું જ, ઇન્દ્રિયો કે મનની સહાય વગર મેળવે છે. સંમેાહનની અસર હોય તેવી દશામાં મેળવેલાં જ્ઞાનને અવધિજ્ઞાનનું ઉદાહરણ ગણી શકાય. જૈન ધર્મ પ્રમાણે જીવ એની પૂર્ણ વિશુદ્ધ અવસ્થામાં બધું જાણી શકે છે અને એમાં સ્થળ કે કાળની કોઈ અપેક્ષા રહેતી નથી. આ જ્ઞાન આકાર અથવા રૂપ ધરાવતી વસ્તુઓનું જ્ઞાન છે અને એને સ્વયંસ્ફુરણાથી જાણી શકાય છે. જુદાં જુદાં માણસાની સ્વયંસ્ફુરણાનાં ક્ષેત્ર અને સ્થાયિત્વ જુદાં જુદાં હોય છે અને આવી સ્વયંસ્ફુરણાનું કારણ તેમનાં પુણ્યો છે. શ્રેષ્ઠ પ્રકારનું અવધિજ્ઞાન ધરાવતી વ્યક્તિ, રૂપ ધરાવતી કોઈ પણ વસ્તુની સ્વયંસ્ફુરણા મેળવી શકે છે. સ્થળની દૃષ્ટિએ એની સ્વયંસ્ફુરણા અગણિત આકાશપ્રદેશાથી વ્યાપ્ત આકાશ પર વિસ્તરી શકે છે. સમયની દૃષ્ટિએ, ભૂત, અને ભવિષ્યકાળાનાં અનેક સમયચક્રને ભેદી શકે છે. તે અગણિત વસ્તુને જાણી શકે છે.
મન:પર્યાયજ્ઞાન એટલે બીજાના વિચારોનું જ્ઞાન. તેને Telepathy કહી શકાય. મનુષ્યલાક તેની સીમા હોય છે. તે પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org