________________
૨૦૭
નિરૂપણ કરે છે. સમયસાર, પ્રવચનસાર, વંવાતિય વગેરે ગ્રંથોમાં કુન્દકુન્દ્રાચાર્યો આ વિષયોનું નિરૂપણ કર્યું છે. જૈન ધર્મના બધા સિદ્ધાંતોનાં ગ્રહણમાં તેમજ તેનાં સંપૂર્ણ જ્ઞાનના પાયામાં આ ચાર અનુયોગેનું અધ્યયન રહેલું છે.
(૩) ત્રીજો ગુણ ધીરતા અથવા શાંતિથી સહન કરવાને છે. આને કારણે ભૂખ, તરસ જેવી શારીરિક પીડાઓને હિંમતપૂર્વક સામનો કરી શકાય છે. બીજાં વ્રતો અને ધ્યાનને સરળતાપૂર્વક સમજવા માટે આ ગુણ જરૂરી છે.
(૪) ચોથો ગુણ સાંસારિક જીવન અને સામાજિક પરિસ્થિતિમાં જ્ઞાન સાથે સંકળાએલો છે. આને કારણે જુદા જુદા પ્રદેશો અને જુદી જુદી આબોહવામાં વસતા લોકોને અનુરૂપ એ ઉપદેશ આપી શકાય છે.
(૫) પોતાના તેમજ બીજાના ધર્મનું તેને ઊંડું જ્ઞાન હોવું જોઈએ. આને કારણે પોતાના મતનું તે બુદ્ધિપૂર્વક પ્રતિપાદન કરી શકશે અને બીજા ધર્મના વિદ્રાને આગળ પોતાને મત વિશદ રીતે રજૂ કરી શકાશે.
(૬) તેની પાસે ઉચ્ચ પ્રકારની વકતૃત્વશકિત હોવી જોઈએ જેથી તે ચોકસાઈપૂર્વક અને સ્પષ્ટ રીતે પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે. બીજા લોકો તેની સામે દલીલ કરે એવું પણ બને ત્યારે ધીરજ અને ઊંડા તર્કપૂર્વક તેણે તેમનાં સંશયોનું નિવારણ કરવું જોઈએ.
(૭) સન્માન અને શાંતિની ભાવના ઉત્પન્ન કરતું દૌર્યયુકત સુંદર વ્યક્તિત્વ, પ્રખર વિદ્વત્તા, કષ્ટપ્રદ તપ કરવાની શક્તિ અને શિષ્ટ સમુદાયના કુલપતિ બનવાનું સામર્થ્ય હોવું જોઈએ.
(૮) બધી ધર્મવિદ્યાઓનું ઊંડું જ્ઞાન અને બીજાને પ્રતીતિ થાય તે રીતે પ્રતિપાદન કરવાની શક્તિ તેનામાં હોવી જોઈએ. તે સહિષ્ણુ હેવો જોઈએ અને તેનું વર્તન અનેકાન્તવાદના સિદ્ધાંતને અનુરૂપ હોવું જોઈએ. કોઈ પણ સાંસારિક વિષય પ્રત્યે તેને આસકિત હોવી ન જોઈએ. તે દયાળુ, ક્ષમાવાન અને ત્યાગી હોવો જોઈએ, તેનું બાહ્ય વર્તન ઉદાહરણરૂપ હોવું જોઈએ, અને પ્રવૃત્તિઓ આત્મસાક્ષાત્કાર અને આધ્યાત્મિકતા તરફ વળેલી હોવી જોઈએ. વાણી તેમજ આચરણ બંને દ્વારા તે ધર્મને સંદેશ આપનાર હોવો જોઈએ.
૯) તેને ઉદ્દેશ સર્વ પ્રાણીઓને બચાવવાનો હોવો જોઈએ જેથી એ કાંઈ પણ કહે કે કરે તે દ્વારા એના શિષ્યોમાં અને બીજામાં શાંત આજ્ઞાંકિતતા પ્રેરાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org