________________
(૨) નીચ પદ નક્કી કરતાં કર્મ, પહેલાં પ્રકારનાં કર્મને કારણે મનુષ્ય ખાનદાન, પ્રતિષ્ઠિત કુળમાં જન્મ લે છે. બીજા પ્રકારનાં કર્મને લીધે તે એવા નીચ કુટુંબમાં જન્મે છે, જેને કદી પ્રતિષ્ઠા ન મળે.
ઉમાસ્વામી કહે છે કે પરનિંદા, સ્વપ્રશંસા, બીજાના સદ્ગણોની વિસ્મૃતિ, પિતાનામાં ન હોય એવા સદ્ગણોની જાહેરાત એવા કર્મપ્રવાહને ઉત્પન્ન કરે છે, જેને કારણે નીચે કુળમાં જન્મ થાય છે. ઘણા લોકો એવા હોય છે જે બીજાના સદ્ગણ પ્રત્યે આંખમીંચામણાં કરે છે. તેઓ પોતે સદ્ગણોનાં પુતળાં હોય એવી ડંફાસ હાંકે છે અને પોતાની અનુચિત પ્રશંસા કરે છે. પરનિંદા એ દુર્ગુણ છે. મિથ્યાભિમાન પણ એવો જ દુર્ગુણ છે. બીજી બાજુ, વિનય, નમ્રતા, બીજાના સગુણોની કદર, વગેરે ગુણો એવો કર્મપ્રવાહ ઉત્પન્ન કરે છે જેને કારણે મોભાદાર કુટુંબમાં જન્મ થાય છે. ગુણીજનોને પ્રણામ કરવામાં નમ્રતા છે. વિદ્યા, ધન અને ઐશ્વર્ય હોવા છતાં વિનય, અહંકાર અને ક્રોધનો અભાવ સૂચવે છે.
વેદનીય કામ ચોથા પ્રકારના અઘાતિકર્મને વેદનીય કર્મ કહે છે. તેને કારણે વ્યક્તિને સુખદ કે દુઃખદ અનુભવો થાય છે. સુખ અને દુઃખદ અનુભવો ઉપજાવનારાં કર્મો વેદનીય કર્મોના પેટા પ્રકાર છે. વેદનીય કર્મ બે પ્રકારનાં છે: સતાવેનીય અને અસાતા નય.
સત્તાનીજ કર્મ એવા કર્મપ્રવાહનું પરિણામ છે જે દેવ, મનુષ્યો અને પશુઓના શરીર તેમ જ મનમાં આનંદદાયક અને સુખી અનુભવે ઉત્પન્ન કરે છે. આ કર્મપ્રવાહને ઉત્પન કરતી પ્રવૃત્તિઓ, ઉમાસ્વામીના કહેવા પ્રમાણે, આટલી છેઃ બધાં જ પ્રાણીઓ પ્રત્યે, અને ખાસ કરીને પૂજ્ય વ્યક્તિ પ્રત્યે કરુણા, દાન, આસકિત સહિતનું સાધુત્વ (સંયમ અને અસંયમનું મિશ્રણ), વિના પ્રયાસે પણ અનિચ્છાએ કર્મત્યાગ, સમ્યક્ જ્ઞાન પર આધારિત ન હોય એવી તપશ્ચર્યા, ચિંતન, સમત્વ, અને નિર્લોભ. બધાં જ પ્રાણીઓ પિતપોતાનાં કર્મ અનુસાર જુદી જુદી ગતિમાં જન્મે છે. તેમનામાંના કેટલાંકને જીવના સાચા સ્વરૂપનો બોધ હોય છે. તેઓ વ્રત, તપશ્ચર્યા અને કરુણા પ્રેરિત કાર્યોમાં રત હેય છે. તેઓ સાંસારિક આસકિત ઓછી કરી નાંખે છે અને ઉદાર હાથે બીજાને મદદ કરે છે. બીજાની વેદના પ્રત્યે તેઓ સહાનુભૂતિ વ્યકત કરે છે, અને તેમની વેદના હળવી કરવાના પ્રયાસ કરે છે. અનિચ્છનીય પ્રવૃત્તિઓથી તેઓ દૂર રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org