________________
૧૨૮
રાજા, કષાયોના નિગ્રહ, નિદ્રા અને આસકિતની વાતોને કારણે એટલે કે સ્નેહ અને મોહને કારણે પ્રમાદ ઉત્પન્ન થઈ શકે છે. આ કક્ષાના મુનિનું ચારિત્ર, તે અપ્રમત હોવાને કારણે નોંધપાત્ર હોય છે.
७. अप्रमत्तविरत
આધ્યાત્મિક વિકાસની આ કક્ષાએ પહોચેલો જીવ છઠ્ઠી કક્ષાની અપૂર્ણતાઓથી મુકત હોય છે. તે આધ્યાત્મિક ધ્યાનમાં મગ્ન હોય છે. સમ્યક ચારિત્રનો અવરોધ કરતાં કર્મો અને સંજવલન કષાયોને ઉપશમ થાય છે ત્યારે અપ્રમાદને ઉદય થાય છે અને જીવ અપ્રમત્તસંયત કક્ષાએ પહોંચે છે. તે ધ્યાનમાં મગ્ન રહે છે પણ તે વધુ ઊંચે આવી શકતા નથી કારણ કે તેનાં કર્મ વગેરેનો સંપૂર્ણ ક્ષય થયો હતો નથી. સાતમા ગુણસ્થાન પર અટકી જવાની કક્ષા એક અંતર્મુહૂર્ત સુધી ચાલી શકે અને છઠા ગુણસ્થાન પર પતન પણ થાય. ઉપર ચઢવાની બીજી શ્રેણીમાં જીવની વિચારપ્રવૃત્તિની શુદ્ધિ પ્રત્યેક ક્ષણે વધે છે અને તે ઉપલી કક્ષાની શુદ્ધિ સુધી આગળ વધી શકે.
આધ્યાત્મિક વિકાસની આ એક મહત્ત્વની અવસ્થા છે. અહીંથી આગળ જતાં વિકાસના બે માર્ગો હોય છે. એક માર્ગમાં કર્મો અને કષાયોને માત્ર ઉપશમ થયો હોય છે (૩પરાજિ ) જ્યારે બીજો માર્ગ પણ છે જેમાં કર્મોનો નાશ થયો હોય છે. બધા આસક્તિઓના વિરામને કારણે તેમજ દેહ પર સંપૂર્ણ અંકુશ હોવાને કારણે જીવ બળ પ્રાપ્ત કરે છે. પૂર્ણ આત્મનિગ્રહ પ્રાપ્ત થયો હોવાથી, વ્રતના પાલનમાં જરા પણ બેદરકારી હોતી નથી તેમ કોઈ જાતને અતિચાર પણ થતું હોતું નથી.
८. अपूर्वकरण આ કક્ષાને સંપૂર્વ કહે છે કારણ કે જીવના આધ્યાત્મિક વિકાસને કારણે પહેલાં ન પ્રાપ્ત થઈ હોય એવી વિચારપ્રવૃત્તિની પ્રાપ્તિ થાય છે. આ વિકાસની કક્ષાએ પહોંચેલા બધા જ જીવો વિચારની શુદ્ધિમાં એક સરખા હોતા નથી કારણ કે તેઓ ભિન્ન ભિન્ન સમયે આ કક્ષાએ પહોંચ્યા હોય છે. નવી વિચારપ્રવૃત્તિઓ ચારિત્રમેહનીય કર્મોના ક્ષય કે ઉપશમ સાથે જ સંકળાએલી હોય છે. આ જીવો નિદ્રા અને પ્રચલનાં કર્મદ્રવ્યોથી મુકત હોય છે, અને તેથી ચારિત્રમોહનીય કર્મોને ઉપશમ કરવા માટે સમર્થ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org