________________
અતિપ્રાપ્તિ અંતરની વિશુદ્ધિ અને સામાજિક શાંતિની વિરોધી છે. પોતાની ઇચ્છાઓ અને પરિગ્રહવૃત્તિની સ્વૈચ્છિક સીમાઓ બાંધ્યાથી જ પરિગ્રહવૃત્તિનું દમન થઈ શકે. અપરિગ્રહવ્રત આ જ શીખવે છે. જીવનના આદર્શ મન, દેહ, અને વાણીનાં વિવિધ પ્રકારનાં, માણસાને તંગ કરતાં દૂષણાને દૂર કરવાના અને આત્મવિશુદ્ધિનો આરંભ કરવાને છે. શકય એટલી વૈરાગ્યની ભાવના તે ધ્યેયની સિદ્ધિ માટેનું પ્રથમ પગથિયું છે.
૨૫૭
સામાન્ય અનુભવ એવા છે કે સુખ અને દુ:ખ વ્યક્તિગત હોય છે. બધાં જ પ્રાણીઓ દુ:ખથી દૂર રહે છે. તેઓ ભૂલી જાય છે કે મેટા ભાગનાં દુ:ખ તેમણે પોતે જ સર્જ્યો છે. સ્નેહની લાગણી અને તિરસ્કારના અભાવના પાયા પર મંડાએલા આધ્યાત્મિક અનુભવથી સુખને પ્રારંભ થાય છે. લાભ અને દુષમાંથી મુકત થવામાં સુખ સમાએલું છે.
દાન પ્રત્યેક ગૃહસ્થનાં દૈનિક કર્તવ્યનો ભાગ છે એવું જૈન ધર્મ આગ્રહપૂર્વક માને છે. ખાસ કરીને ઉત્તરની જૈન કોમ પોતાની સંપત્તિ તેમજ પેાતાનાં દાન માટે જાણીતી છે. તેણે દુ:ખ અને પીડા ઓછાં કરવાના પ્રયાસ કર્યો છે તેમજ ઘણાં ગ્ણાલયો અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓ તૈયાર કર્યા... છે. સાંસ્કૃતિક ધારણા જાળવી રાખવા તેમજ નીતિશાસ્ત્રના સિદ્ધાંતોના પ્રસારણાર્થે અત્યંત મહત્ત્વના ધાર્મિક સાહિત્યનાં પ્રકાશન માટે દાનની સંસ્થા સ્થાપવાનું પણ ભુલાયું નથી આ એક માત્ર કોમ એવી છે જેણે પશુ-પક્ષી માટે હોસ્પીટલ બંધાવી છે. જો કે છેલ્લા કેટલાક વખતથી સિંધી અને હિંદુ ધર્મસંસ્થાઓએ તેમનું અનુકરણ કરવા માંડયું છે.
નવીન વિચારસરણીમાં સાધન અને સાધ્યના સંબંધ વખતોવખત તપાસવાને આવે છે. કૌટિલ્ય, હીટલર અને મશીઍવેલીએ એવું પ્રતિપાદન કર્યું છે કે સાધ્ય પરથી સાધનને ન્યાય્ય ગણવાનું હોય છે. મહાવીર, બુદ્ધ, ગાંધી અને બીજા કેટલાક માનવતાવાદી ચિંતકો અને દાર્શનિકો આગ્રહ રાખે છે કે શુભ સાધ્યની સિદ્ધિ માટેનાં સાધન પણ શુભ હોવાં જોઈએ. જૈન સિદ્ધાંતે સુખી જીવન માટે સતત દઢ નીતિની હિમાયત કરે છે. કેટલાક લાકોએ જો કે જૈન ધર્મને નિરાશાવાદી કહ્યો છે પણ એક બાજુ સુખ અને સારાપણું અને બીજી બાજુ દુ:ખ અને દુષ્ટતા વચ્ચે ગાઢ સંબંધ સ્થાપવામાં તે અજોડ છે. કર્મના અટળ નિયમ એવું સ્થાપિત કરે છે કે તમે જે વાવા તે જ તમે લણો. આ નિયમને બદલી શકે એવું વચગાળાનું કોઈ બળ કે શક્તિ નથી.
જ.—૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org