________________
શ્રમણુભગવંતે-ર
ઉપકમે ભાઈશ્રી રાજેન્દ્રકુમારને દીક્ષા આપી મુનિશ્રી અનંતભદ્રવિજયજી નામ આપ્યું. સં. ૨૦૪૦ના મહા સુદ ૩ને દિવસે બોરીવલી કાર્ટર રેડ શ્રી સંભવનાથ પ્રભુની શીતળ છાયામાં ભાઈશ્રી રાજેશ અને દિનેશને દીક્ષા આપીને મુનિશ્રી પરાગભદ્રવિજયજી અને મુનિશ્રી પીયૂષભદ્રવિજયજી તરીકે જાહેર કર્યા. સં. ૨૦૪૧માં શ્રી કેટ શાંતિનાથ જૈન દેરાસર–ઉપાશ્રયથી છરી પાલિત યાત્રા સંઘ અગાસી તીર્થને આરંભ થયે અને વસંતપંચમીએ સંઘપતિને તીર્થમાળા અર્પણ કરી. તદુપરાંત મહાનગર અને ઉપનગરમાં સ્થળે સ્થળે ઉગ્ર તપસ્યા અને આરાધનાના મહોત્સવે થયા. જિનાલયે અને ઉપાશ્રયેના જીર્ણોદ્ધાર થયા. અનેક ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિથી પરિપ્લાવિત થયા અને સ્વ-પરની અવિરત ધર્મનિષ્ઠા સેવતા પૂજ્યશ્રીએ આશ્ચર્યકારક આરાધનાઓને ઈતિહાસ સર્જ્યો.
સ્વ. પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની અસીમ કૃપાથી પૂજ્યશ્રીએ જ્ઞાનસાધનાની સાથે તપની પણ સવિશેષ આરાધના કરવા પૂર્વક શ્રી વર્ધમાન આયંબીલ તપ એવં ૨૫ ઉપવાસ બે વાર, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ અને અનેકવાર ૮ ઉપવાસની કઠિન તપશ્ચર્યા દ્વારા સંયમજીવનને સફળ બનાવેલ છે. એવા એ ઉત્તમ સાધનાના અનુરાગી પૂજ્યશ્રીને અનેક ભક્તજને અને શ્રીસંઘેએ અત્યંત આગ્રહ સાથે પંન્યાસપદ તથા આચાર્યપદ ગ્રહણ કરવા ખૂબ વિનંતિ કરી, પણ પદગ્રહણની ઈચ્છાથી નિઃસ્પૃહ એવા મુનિરાજે ઇન્કાર જ કર્યો. છતાં સમુદાયના વડીલેને પ્રેમભર્યો આગ્રહ ચાલુ રહ્યો. એમાં અનેક ગામ-નગરના શ્રી સંઘની ભાવભીની વિનંતીઓ થઈ અંતે પૂજ્ય આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં વિલેપાર્લે (પૂર્વ)ના શ્રીસંઘના આંગણે પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના ગદ્વહનની મંગલ ક્રિયાને પ્રારંભ થયે અને સં. ૨૦૪૨ના પિષ વદ ના શુભ દિને પંન્યાસપદ-પ્રદાનને મહોત્સવ ઘણા ઉમંગપૂર્વક કરવામાં આવ્યું. આ પ્રસંગે બહારગામથી અને મુંબઈનાં અન્ય ઉપનગરોમાંથી જનસમુદાયે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આ મહોત્સવમાં ઉપસ્થિત રહી શેભામાં અભિવૃદ્ધિ કરી અને ઘણું લાભ લીધો. નૂતન પંન્યાસ શ્રી યશોભદ્રવિજયજી મહારાજને શ્રી વર્ધમાન વિદ્યાનો પટ્ટ તથા પ્રથમ કામળી હોરવાની માતબર બેલીઓ થઈ હતી. ગણિપદ અને પંન્યાસપદના મહોત્સવ પૂર્વે મુંબઈ કેટ અને ઉપનગરોના અનેક સંઘોની આગ્રહભરી વિનંતિ હતી કે અમારા શ્રીસંઘના આંગણે આચાર્ય પદ પ્રદાન મહોત્સવ ઊજવવાને લાભ આપ. એ સૌમાં કેટ શ્રીસંઘનો ઘણે જ આગ્રહ હતા. તેમાં ગત વર્ષે શ્રીસંઘના આંગણેથી નીકળેલા અગાશીતીર્થના પદયાત્રા સંઘની તીર્થમાલા મહોત્સવ પ્રસંગે પણ પૂજ્યશ્રીને આચાર્યપદ ગ્રહણ કરવાની વિનંતિઓ થઈ. અને એ મહોત્સવ કેટ શ્રીસંઘના આંગણે ઊજવાય એવી ભાવના વ્યક્ત થઈતેથી અન્ય સંઘને સમજાવી કેટ શ્રીસંઘને આ મહાન લાભ પ્રાપ્ત કરવાને સુગ પ્રાપ્ત થયે. પૂ. પંન્યાસજી શ્રી યશભદ્રવિજયજી મહારાજને પંચપરમેષ્ઠિના તૃતીયપદ આચાર્યપદે બિરાજમાન કરવાના મહામહોત્સવમાં કોટ શ્રીસંઘના ઉપક્રમે અનેક ભાવુક ભક્તજને દ્વારા વિવિધ મહાપૂજને ૬૮ છોડનું ઉદ્યાપન, બે સાધર્મિક વાત્સલ્ય, ભવ્ય રથયાત્રા, આકર્ષક કલાત્મક રંગોળીની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org