________________
શાસનપ્રભાવક
માતાપિતા સાથે દેવવંદન, ગુરુવંદન આદિ માટે જતાં નટવરને એક સુવર્ણ પ્રભાતે તેજપુંજ સરખા ગુરુદેવ શ્રી આચાર્ય શ્રીમદ્ વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું પુણ્યદર્શન થયું અને ગુરુદેવના પ્રથમ દર્શને જ તેમને વૈરાગ્યની ભાવના જાગી. ગામડાની ધૂળમાં રમ્યાં કરતાં નટવરને ભવતારિણી દીક્ષા લેવાની ઝંખના થઈ. ધર્મની સુવાસથી મહેતા પરિવારમાં તેમની ભાવના વધુ દઢ બનતી ચાલી. એ ભાવનાને સાકાર બનાવવા માટે સમ્યક્ જ્ઞાનની શિક્ષાદાત્રી માતૃસંસ્થા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં બાળક નટવરે ઉત્સાહ અને ખંતપૂર્વક અધ્યયન આરંભ્ય. આ સમય દરમિયાન પૂ. ગુરુદેવ સાથે વારંવાર સંસર્ગમાં આવવાનું બનતાં તેમની ધર્મત વધુ પ્રજવલિત બની અને સંયમ સ્વીકારવાની તાલાવેલી જાગી. અને નટવરે ૧૧ વર્ષની લઘુવયે, પરિવારની અનુમતિ લઈને, વડીલબંધુ બબલદાસ (કાંતિભાઈ) સાથે અમદાવાદ આવી, ડહેલાના ઉપાશ્રયે પૂ. ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે સં. ૨૦૦૨ના જેઠ સુદ ૩ના શુભ દિને સંયમને સ્વીકાર કર્યો અને જેનશાસનના બાલસૂર્ય રૂપે ઉદિત થયા. યશને પ્રકાશ પ્રસરાવતાં તેઓશ્રી મુનિવર્ય શ્રી યશોભદ્રવિજયજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા.
શાસ્ત્રોના અધ્યયનની તીવ્ર રુચિ, ગુરુદેવની કૃપાદૃષ્ટિ અને સ્વયંની તેજસ્વી બુદ્ધિ – આ ત્રિવેણીસંગમથી મુનિશ્રીએ ન્યાય, વ્યાકરણ સાહિત્ય આદિ અનેક ધર્મશાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કર્યું. જ્ઞાનપિપાસા સાથે વડીલો પ્રત્યેની વિનયભક્તિમાં પણ અગ્રેસર રહેનારા આ મુનિવર્ય જોતજોતામાં સૌના પ્યારા બની ગયા. પરંતુ એ બાળ મુનિવરના જીવનબાગમાં અનેક પ્રકારે સદ્ગુણોનાં પુષ્પો ખીલવનાર ગુરુદેવ રૂપી માળી સદાને માટે સ્વર્ગે સિધાવી ગયા. સ્વગય ગુરુદેવની તેઓશ્રી પર અપૂર્વ અમીદ્રષ્ટિ હતી. પૂ. ગુરુદેવના સ્વર્ગવાસ બાદ મુનિવર્ય શ્રી યશોભદ્રવિજયજી મહારાજ પિતાના સંસારી વડીલ ભ્રાતા આચાર્ય શ્રી વિજયજયદેવસૂરીશ્વરજી મહારાજ તેમ જ લઘુભ્રાતા મુનિરાજ શ્રી યતીન્દ્રવિજયજી મહારાજ તથા સુવિનયી સ્વશિષ્ય મુનિશ્રી વિમલભદ્રવિજયજી મહારાજ સાથે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશનાં નાનાં-મોટાં ગામ-શહેરમાં જૈનશાસનની પ્રભાવના કરતાં વિચારી રહ્યા. સવિશેષ મધ્યપ્રદેશનાં શહેરો અને ગામોમાં જીણોદ્ધારે, પ્રતિષ્ઠાઓ, પદયાત્રાસંઘ, પાઠશાળા-ધર્મશાળા આદિનાં નિર્માણકાર્યોમાં ૧૪ વર્ષ વ્યસ્ત રહી પૂજ્ય મુનિશ્રી ભાવિ પેઢીમાં ધર્મસંસ્કારોનું અમીસિંચન કરવામાં અવિરત પ્રયત્નશીલ રહેવા પૂર્વક સં. ૨૦૩૮માં મુંબઈ મહાનગરમાં પધાર્યા.
મધુર કંઠ, બુલંદ અવાજ, ઓજસ્વી પ્રવચનશૈલી, સરળ સ્વભાવ, અને સૌજન્યપૂર્ણ વ્યવહાર સાથે પૂજ્યશ્રીએ મુંબઈ મહાનગર અને ઉપનગરની ધર્મપ્રિય જનતામાં અદ્ભુત આકર્ષણ જગાડ્યું. આ ઉપરાંત, તેઓશ્રી મહાપ્રભાવી શ્રી ભક્તામર મહાઑત્રનાં નિત્યપાઠી હેવાથી જનસમુદાયને પણ તેને લાભ મળે એવા શુભ ઉદ્દેશથી પ્રતિદિન શ્રી ભક્તામર સ્તોત્રના પાઠ દ્વારા મહાનગરની ધર્મપ્રિય જનતામાં અનેરું આકર્ષણ ઊભું કર્યું. આ ઉપરાંત પણ મુંબઈનગરીમાં પૂજ્યશ્રીનાં અનેક ચાતુર્માસે થયાં. તેમણે સાતેક વર્ષ મુંબઈમાં શાસનપ્રભાવના કરી અને અનેક મંગલ કાર્યો કર્યા. સં. ૨૦૩હ્ના ફાગણ સુદ ૩ને દિવસે શ્રીસંઘના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org