________________
૧૩
પૂ. મહાસતીજીના માટુંગા (પ્રથમ) ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સુધા ભાગ ૧-૨ જેની પ્રત ૮૫૦૦, દાદર ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સંજીવની ભાગ ૧-૨-૩ જેની પ્રત ૬૦૦૦, ઘાટકેાપર ચાતુર્માસના વ્યાખ્યાના શારદા માધુરી ભાગ ૧-૨-૩ જેની પ્રત ૬૦૦૦, રાજકેટ ચાતુર્માસના વ્યાખ્યાના શારદા પરિમલ ભાગ ૧-૨-૩ સંયુકત પ્રત ૨૦૦૦, અમદાવાદ ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સૌરભ ભાગ ૧-૨-૩ પ્રત ૬૦૦૦, મુંબઇ કાંદાવાડી ચાતુર્માસના વ્યાખ્યાને શારઢા સરિતા પ્રત ૫૫૦૦, માટુંગા ચાતુમ સના વ્યાખ્યાના શારદા જ્યાત પ્રત ૩૦૦૦ આટલા પુસ્તકે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના બહાર પડયા છે અને તે બધા પુસ્તક ખલાસ થઇ ગયા છે. જેમ જેમ પુસ્તકા હાર પડતાં ગયાં તેમ તેમ જનતાનું આકર્ષણ વધતું ગયું. વાચકને આ ઉપરથી ખ્યાલ આવતા હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનેનુ કેટલું આકર્ષણ છે! જે પુસ્તકા ખલાસ થઇ ગયા છે તેની એટલી બધી માંગણી છે કે કદ્દાચ ફ્રીને બહાર પાડવા પડશે.
પૂ. મહાસતીજીના સંવત ૨૦૩૧ ના વાલકેશ્વર ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સાગર (ભાગ ૧-૨-૩ સંયુકત) નામથી ૭૦૦૦ નકલા પ્રકાશિત થતાં તેઓના વ્યાખ્યાનના પુસ્તકામાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહુના ઉમેરા થાય છે એ આપણા સમાજ માટે સભ ગ્યા વિષય છે.
આ બધા પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા ખા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઇ મહાસતીજીને છે.
સંવત ૨૦૩૨ ના વૈશાખ સુદ્ર ના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સયમી જીવનના ૩૬ વર્ષ પૂરા થાય છે. મા. બ્ર. વિદુષી પૂ. મહાસતીજીની સંયમયાત્રાની આ રજતજયંતિ આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડી રૂપ બની રહેા.
પૂ. મહાસતીજીના ચરણકમળમાં અમારા કોટી કોટી વંદ્દન હા.