________________
ખંભાત સંપ્રદાયના સંઘપતિ શ્રી કાંતીભાઈની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઈ છે. જે આજે મહાન વૈરાગી પૂ. કાંતઋષીજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતઋષિજી મહારાજ ઠાણુ- બિરાજમાન છે. તેમાં પહેલા પાંચ સાધુઓને દીક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદ્દભૂત વાણી છે. ખંભાત સંપ્રદાયમાં નવ રત્ન સમાન નવ સંતો જેન શાસનને શોભાવી રહ્યા છે તે (૧) મહાન વૈરાગી પૂ. કાંતીઋષીજી મહારાજ સાહેબ (૨) બા.બ્ર. પૂ. સૂર્યમુનિ મ. (૩) બા.બ્ર. પૂ. અરવિંદ મુનિ મ. (૪) બા.બ્ર. પૂ.નવીનવી મ. (૫) બા. બ્ર. પૂ. કમલેશમુનિ મ. (૬) બા.બ્ર. પૂ. પ્રકાશમુનિ મ. (૭) બા બ્ર. ચેતનમુનિ મ. (૮) બા.બ્ર. મહેન્દ્રમુનિ મ. (૯) નવદીક્ષિત પૂ. દર્શનમુનિ મ. ઠાણુ– ૯ વિદ્યમાન છે.
પૂ. મહાસતીજીએ આજથી ૧૩ વર્ષ પહેલાં કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષની વિનંતીને માન આપી સં. ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું. ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી-પ્રભાવશાળી વાણુઓ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચોટ વ્યાખ્યાનોએ જનતામાં અલૌકિક અસર કરી. અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી રમણીકભાઈ કે ઠારી સહિત ૫૧ ભાઈ બહેનેએ એકી સાથે બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી હતી. મોહમયી મુંબઈ નગરી માટે આ અભૂતપૂર્વ બનાવ હતે. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા; દાદર, વિલેપાર્લા અને ઘાટકે પર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાના પૂર આવ્યા હતા. આ ચાતુર્માસ દરમ્યાન તેમજ શેષકાળમાં પૂ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથજોડ થઈ હતી. આ રીતે પૂ. મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સંપ્રદાયનું નામ રોશન કરી પછી ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકેટ, ધાંગધ્રા, અમદાવાદમાં (નગરશેઠને વડે) ચાતુર્માસ કર્યો. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી ગુજરાત - સૈરાષ્ટ્રમાં તપ ત્યાગની ભરતી આવી હતી.
પૂ. મહાસતીજી એક વખત તે મુંબઈ નગરીને પાવન કરી ચૂક્યા હતા. પણ પૂ. મહાસતીજીની વાણું મુંબઈની જનતામાં એવું આકર્ષણ પેદા કરી ગઈ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઈની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી. એટલે કાંદાવાડી, માટુંગા આદિ સંઘની વિનંતી અવારનવાર ચાલુ રહી હતી. તેથી મુંબઈ સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને ફરીવાર મુંબઈ આવવાનું બન્યું ને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાચકે ! આપ આ ઉપરથી સમજી શકશે કે પૂ. શારદાબાઈ મહાસતીજીએ મુંબઈ નગરીની જનતાને દિલને પ્રેમ એટલે સંપાદન કર્યો હશે !