________________
૨૦
પત્રાંક-૬૭૯
રાજહૃદય ભાગ-૧૩
મુંબઈ, ચૈત્ર સુદ ૧૧, શુક્ર, ૧૯૫૨
સદ્ગુરુચરણાય નમઃ
આત્મનિષ્ઠ શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
ફાગણ વદ ૬ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો.
૧. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણજ્ઞાન’ કહેવા યોગ્ય છે.
૨. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.
જ્ઞાનીની વાણી પૂર્વાપર અતિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુકશાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.
એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કશાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષને તો સહજસ્વભાવે