________________
૧૮
રાજહૃદય ભાગ-૧૩ સ્થિરતા કાંથી પ્રાપ્ત થાય ?” એટલે લોકસંગ તો છોડી દેવો, એમ કહે છે. લોકસંગ છોડી દેવો. આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી....' એક સમય પણ બચાવવો, એક સમય પણ ન જવા દેવો. અને કંઈ પણ તેમ થયા કરે છે...’ એટલે પરવૃત્તિમાં જવાનું થાય છે ‘તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે.' શોધવો. ગવેષવું એટલે ખોજ કરવી, શોધ ક૨વી. સિદ્ધાંત આ છે કે “અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી....’ જેમ માણસને ખોટી રીતે એક પૈસાનું પણ નુકસાન કરવું નથી. કે કરવું છે ? અમસ્તું અમસ્તું તો હાથમાંથી પરચુરણ ગણતા ગણતા એક નાનો સિક્કો પડી જાય તોપણ નીચો વળીને ઉપાડી લે છે. કાંઈ નહિ હવે એક ભલે પડી ગયો. એમ કહે ? આટલા બધા હાથમાં છે એકાદો ભલે પડી ગયો એમ રાખે છે ? કારણ વગ૨ નાનામાં નાનું નુકસાન પણ પોતે સહન કરવા તૈયાર નથી. એ રીતે મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે...’ એટલે પરવૃત્તિમાં સમય જાય છે.
‘તેનો ઉપાય...’ એને ગૌણ કરીને નહિ. વિશેષે કરીને એટલે મુખ્ય કરીને એનો ઉપાય એની મુખ્યતા લાવીને શોધવા જેવો છે અથવા એ એને વિચારવા જેવું છે, મુખ્યપણે એ વિચારવા જેવું છે. કાં કાંથી બચાવી મારા આત્મહિતાર્થે લગાવવો. આત્મહિત સિવાયની પ્રવૃત્તિમાં મારો સમય ન જાય અને મારો સમય માત્ર આત્મહિતની જ પ્રવૃત્તિમાં જાય એની શોધ કરીને, એની ખોજ કરીને, એની કાળજી રાખીને. વિશેષે કરીને એટલે એની એકદમ દરકાર કરીને. એ વાતને શોધવા જેવી છે, વિચારવા જેવી છે. એનો કાંઈ નિર્ણય ક૨વા જેવો છે.
જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે ?” જુઓ ! જ્ઞાની પોકારી ગયા. જ્ઞાનીએ પોકાર કર્યો છે. જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ એટલે જ્ઞાનીપુરુષની ઓળખાણ થઈને. આવા જ્ઞાનીપુરુષ હોય, જ્ઞાનીપુરુષ તો આવા જ હોય, એમ જો ઓળખાણપૂર્વક નિશ્ચય થાય છે તો અંતર્ભેદ ન રહે. એટલે છેટું ન રહે. બે વચ્ચેનું અંતર ન રહે. ભેદ એટલે તફાવત.
એટલી આત્મીયતા આવે. જ્ઞાનીપુરુષ સાથેના ભાવમાં એટલી આત્મીયતા આવે, એટલી સમીપતા ભાવે આવે, એટલી નજીકતા આવે તો તેવા મુમુક્ષુજીવને આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. અનંત કાળમાં ન થયેલી અને અત્યંત અત્યંત દુર્લભ