________________
૧૬
રાજય ભાગ-૧૩
પરપદાર્થ આશ્રિત વૃત્તિ એને પરવૃત્તિ કહેવામાં આવે છે.
જે કાંઈ ઉપલબ્ધ સંયોગો છે, આજુબાજુના વર્તુળો છે એની માથાકૂટમાં પડેલા જોવામાં આવે છે. પછી જેને જેટલો લગવાડ ને ચિંતા કરવાનો પોતાનો પ્રકાર છે એટલે એનું ક્ષેત્ર લંબાઈ જાય છે. માણસ નથી કહેતા ? Cricket જોવે છે. T.V.માં જોવે કે પછી Stadium માં જઈને જોવે. કોઈ હાર-જીતે એમાં બીજા અંદરોઅંદર ઝઘડા કરી બેસે. હાર્યું કોઈ ને જીત્યું કોઈ. ઓલા અંદરોઅંદર પોતાની માથે ઓઢી લે છે. તકરાર કરી બેસે છે. એમ પછી ગમે તેટલું લંબાઈ જાય છે. પણ સામાન્ય રીતે જે સંયોગો સાથે પોતાને લાગેવળગે છે એવું માને છે, એ સંબંધીની વૃત્તિ જીવની છૂટી શકતી નથી. એને પર વૃત્તિ કહો, એને બાહ્ય વૃત્તિ કહો. અરે...! ધર્મના ક્ષેત્રમાં આવીને પણ જીવ બાહ્ય ક્રિયાકાંડથી પરવૃત્તિમાં જ રહે છે. ક્રિયાકાંડ કરે તોપણ બાહ્યવૃત્તિથી. કેવળ શુભભાવરૂપ. અને શાસ્ત્ર વાંચે તોપણ પરલક્ષી જ્ઞાન છે. પોતાને લક્ષમાં રાખીને, પોતાને કેન્દ્રમાં રાખીને એક એક વાતને પોતા ઉપર ઉતારે એવી રીતે ન કરે. એવી રીતે જગત આખું પરવૃત્તિમાં વહ્યું જાય છે.
તેમાં રહી.” એ જગતમાં રહીને. હું આ જગતવાળો. આ મારી સૃષ્ટિ, આ મારો સંસાર, આ મારા સંયોગો. આ બધાની વચ્ચે હું, આ બધું મારે છે. એમ એમાં રહીને, એમાં રહીને એટલે એની ઉપાધિમાં રહીને સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ? સ્વરૂપસ્થિરતા ક્યાંથી આવવાની હતી ? જ્યારે ઉપાધિમાં પોતે ઘેરાયેલો રહે, તો એને કોઈ સ્થિરતા આવવાનો પ્રસંગ નથી. તેને સ્થિરતા કયાંથી પ્રાપ્ત થાય ? અથવા... એક પત્રમાં એવી વાત આવી છે કે, અસ્થિર કાર્યની પ્રવૃત્તિ કરવી, અનેક પ્રકારના અસ્થિર કાર્યોની પ્રવૃત્તિ કરવી અને આત્મામાં સ્થિરતા લાવવી-ઉપયોગ સ્થિર કરવો, એ ન બની શકવા યોગ્ય કાર્ય છે. તીર્થંકરાદિ પરમપરાક્રમી પુરુષો પણ એટલા માટે બધું છોડીને ચાલી નીકળ્યા. એક પત્રમાં એવી વાત આવે છે કે, આવા સમર્થ પુરુષો હતા, પરાક્રમી પુરુષો હતા, પુરુષાર્થવંત હતા. એણે પણ એ જોયું કે, આ કાર્યોની પ્રવૃત્તિમાંથી હવે છૂટી જવું છે. આ કાર્યોની પ્રવૃત્તિ રાખવી અને ઉપયોગ સ્થિર કરવો, (એ) બે વાતને બનવાનું નથી.
મુમુક્ષુ – દરેક પત્રમાં મૂળમાં જ ઘા માર્યો છે.
પૂજ્ય ભાઈશ્રી :- શૈલી બહુ સારી છે. કેવી સરસ શૈલી લીધી છે ! આમાં મુમુક્ષુને તો સીધો આમ સ્વલક્ષી વિચારણામાં દોરી જાય. આ શૈલી એવી છે કે જો ભાઈ ! તારી સૃષ્ટિ છે. એક જગતની રચના કરી છે તે. આ આટલું... આટલું...