________________
૧૪
રાજહૃદય ભાગ-૧૩ એવો આધાર છે ? હવે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યાં જીવોની જગતમાં આવી સ્થિતિ છે, આવો પ્રવાહ ચાલે છે અને એ પ્રવાહમાં જગતના જીવો તણાતા જોવામાં આવે છે. ત્યારે આ જગતને વિષે એવો કોઈ આધાર છે? કે જેનો આધાર લેવામાં આવે, જેનો આશ્રય લેવામાં આવે તો એ પ્રવાહમાંથી બહાર નીકળી જાય, તણાતો બંધ થાય એવો કોઈ આધાર છે ખરો ? એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. જિજ્ઞાસાને લઈને.
એવો આધાર છે. એક સન્દુરુષ એવો આધાર છે અથવા સજીવનમૂર્તિ એક એવો આધાર છે કે જો એનો આધાર લેવામાં આવે, એનો આશ્રય કરવામાં આવે તો જીવ એ પ્રવાહમાંથી છૂટી જાય. એમના અભિપ્રાયમાં જે વાત છે એ એ વાત છે. પોતે તો પ્રશ્ન મૂકીને વાતને રાખી દીધી છે. પણ ફરી ફરીને બધી વાત એ મુમુક્ષુ માટે સપુરુષના ચરણમાં જવા માટે લઈ જાય છે.
મુમુક્ષુ - મોટામાં મોટી ભૂલ થાય છે એ બધે આધાર અને આશ્રય કોનું કરવું, કોનું ન કરવું, એ વિષયમાં થાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- સંસારીજીવને ભવરોગ લાગુ પડેલો છે. જેમ Cancer થી એક મરણ થાય છે. આ અનંત Cancer છે. ભવરોગ છે એ અનંત Cancer છે. અનંત મરણ એ ભવરોગમાં ઊભેલા છે. અને જીવ દવા પોતાની મેળે કરવા માગે છે. કયારેક થોડું ડહાપણ આવે છે તો એને એવું ડહાપણ આવે છે કે હું કોક ચોપડી વાંચીને, પુસ્તક વાંચીને મારી મેળે મારી દવા કરી લઉં. ત્યારે અહીંયાં જ્ઞાનીપુરુષો એમ કહે છે, કે એમ (કરવું) રહેવા દે, તારો પત્તો લાગવાનો નથી. તું કોઈ એના “સદ્દગુરુ વૈદ્ય સુજાણ.” એના જે Expert છે, નિષ્ણાંત છે, એ વિષયના તજજ્ઞ છે, એ વિષયના Master છે ખરેખર તો. એની સલાહ પ્રમાણે, એના માર્ગદર્શન પ્રમાણે, એની આજ્ઞામાં રહીને તું ચાલ. તને ક્યાંય ભૂલો પડવા નહિ દે. “બીજું કાંઈ શોધમા. એક સત્પરુષને શોધ. પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” કેવી કેવી વાતો નીકળી છે!
મુમુક્ષુ:- પોતે પોતાનો આધાર લે. પૂજ્ય ભાઈશ્રી – એમાં એવું છે કે પોતાનો આધાર લે કયાંથી ? એ વસ્તુ ક્યાં જડે છે ? પોતાનું જે મૂળ સ્વરૂપ એ પોતાની મેળે કોઈ શોધી લે એવો એક Case બન્યો નથી. અત્યાર સુધીમાં જેણે સ્વરૂપનો આધાર લીધો અને મોક્ષમાર્ગમાં જે પ્રવેશ્યા એમાં એકેય વ્યક્તિ એવી નથી કે પુરુષ વગર સીધે સીધા મોક્ષમાર્ગને પામી ગયા હોય. એવું કોઈ દિ કોઈના માટે બન્યું નથી.