________________
૧૫
પત્રક-૬૪૨
મુમુક્ષુ:- “શ્રીમદ્જીને કહેવાનો ભાવ
પૂજ્ય ભાઈશ્રી – એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે ? એમ કહે છે. જગતમાં કોઈ એવો એને આધાર છે? બહારની વાત છે. જગતમાં કોઈ એવો એને આધાર છે ? કે આ પ્રવાહમાંથી એ બચી શકે ? આ પ્રવાહમાંથી એ છટી શકે. એને છોડાવે એવો કોઈ આધાર છે ? એમ કહે છે.
રોગ વકર્યો હોય ત્યારે એ રોગનું પુસ્તક શોધીને વાંચવા બેસે અને એ રોગની દવા ગોતવા બેસે અને એ રોગ ટાળવાનો અભિપ્રાય રાખે તો એમાંથી કાંઈ રોગથી મુક્ત થઈ શકે નહિ અને એ કેવળ મૂર્ખતા સિવાય બીજું કાંઈ નથી. એમ આ વિષયમાં એમણે ફરીફરીને પુરુષ પ્રત્યે ધ્યાન દોર્યું છે. ૬૪૧ પત્ર પૂરો) થયો. બધા એક Postcard છે. નાના નાના પત્રો છે.
પત્રાંક-૬૪૨
મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧ સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય?
આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગષવા યોગ્ય છે.
જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે? શ્રી ડુંગરને પ્રણામ.
૬૪રમો પત્ર પણ “સોભાગ્યભાઈ ઉપર છે. “સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા કયાંથી પ્રાપ્ત થાય ? જગતમાં રહીને. આખું જગત ઘણું કરીને પરકથામાં ઊભું છે. બીજાની ચર્ચા અને બીજાની વાત ચાલશે. એક સત્સંગ એવો છે કે જેમાં સત્સંગમાં આવેલા જીવો પોતાની વાત કરે છે કે મારામાં આમ થાય છે અને મારે આમાં ફેરફાર કરવો છે, મને આ દોષ થાય છે અને મારે એ મટાડવો છે. એવી આત્માની કથાની, સ્વરૂપની, પોતાના ગુણ-દોષની ચર્ચા સત્સંગમાં થાય છે. બાકી તો જગત આખામાં પરકથા ચાલે છે. અને આખું વિશ્વ પરવૃત્તિમાં વહ્યું જાય છે. આખા વિશ્વના સમસ્ત જીવો