________________
પત્રાંક-૬૪૨
૧૯
ગણાતી એવી આત્મપ્રાપ્તિ આ જગ્યાએ સાવ સુલભ છે એમ કહેવું છે. જુઓ ! વાત કાંની કાં મૂકી દીધી ! જે આત્મજ્ઞાન અનંત કાળ પરિભ્રમણ કરતાં આ જીવને પ્રાપ્ત થયું નહિ હોવાથી અત્યંત દુર્લભ છે એમ સ્વીકારવું પડે છે. એ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ સાવ સુલભ છે એવી પણ પરિસ્થિતિ છે ખરી એમ કહે છે. પણ ક્યારે ? કે જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈને બે વચ્ચે અંતર્ભેદ ન રહે ત્યારે.
માણસ નથી કહેતા ? કે, ભાઈ ! અમારા બંનેના હૃદય એક છે. અમારી કોઈ વાત આનાથી છૂપી નથી. જ્ઞાની સાથે અંતરભેદ ક્યારે ન રહે ? કે વીણી વીણીને ઝીણામાં ઝીણો દોષ એણે પ્રગટ કરી દીધો હોય. મારામાં તો આટલા હદ સુધીના મારા પરિણામ જાય છે અને આનો નિકાલ કરવા માટે આપની પાસે આવ્યો છું. કોઈ અંત૨ભેદ, અંતરપટ ન રાખે. નાનામાં નાનો પડદો પણ ન રાખે.
આ ‘સોભાગભાઈ'ની સ્થિતિ હતી. ‘સોભાગભાઈ’ની જે વિશેષ યોગ્યતા હતી, અસાધારણ પાત્રતા હતી એનું એક મોટું લક્ષણ આ છે કે એમણે ‘શ્રીમદ્જી’ પાસે કોઈ અંત૨૫ટ નહિ રાખેલો. જેટલા પરિણામ મુખ્યપણે એમને વર્તમાન પરિસ્થિતિની પ્રતિકૂળતા સંબંધીના થતા હતા એ બધા એ લખતા હતા, બધા કહેતા હતા. આટલા લખતા હતા તો રૂબરૂમાં તો કેટલા કહેતા હશે ! એ ઉપરથી એમણે જોયું કે આને છૂટવું છે. આ જીવને નક્કી છૂટી જવું છે એ વાત ચોક્કસ છે. એટલે એમણે એમ કહ્યું કે એવા જીવને તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે.
એવું જ્ઞાની પોકારી ગયા છતાં લોકો કેમ ભૂલે છે ? જ્ઞાનીએ તો આ વાત ખુલ્લી કરી નાખેલી છે. તો પછી લોકો કેમ ભૂલે છે ? કેમ હજી એ પરિસ્થિતિમાં આવતા નથી ? એમ કરીને એ વાતનો સંકેત કર્યો છે કે તમે જે Line ઉ૫૨ ચાલો છો એ Line બરાબર છે. આગળ વધ્યે જાવ. આત્મપ્રાપ્તિ તમને સાવ સુલભ થઈ જશે.
જીવ દોષથી હળવો ક્યારે થાય ? માણસ નથી કહેતા ? કોઈ મોટો આઘાત લાગ્યો હોય તો કહે, એને રડી લેવા દો હવે. હવે એને પેટ ભરીને રોઈ લેવા યો. કાં તો કોઈ બહુ ગુસ્સે થયો હોય તો એને ગુસ્સો બહાર નીકળી જવા ક્યો એમ કહે. નહિત૨ અંદ૨ ઉત૨શે તો સીધું B.P. અને Heart ઉ૫૨ આવશે. માટે એકવા૨ ઊભરો ઠાલવી લેવા દો. એમ માણસ હળવો ક્યારે થાય ? કે જ્ઞાનીપુરુષ સાથે પોતાના દોષને વ્યક્ત કરે છે. ત્યારે એકદમ હળવોફૂલ થઈ જાય. અને એનો અભિપ્રાય પણ છે કે આ હું એટલા માટે વ્યક્ત કરું છું કે મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે. જરાપણ દોષ મારે રાખવા નથી. એ રીતે સીધી સીધી...