________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ અધિકાર
[ ૧૫
નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય છે, પણ જે શાસ્ત્રોમાં શ્રૃંગા૨-ભોગ કુતૂહલાદિ પોષી રાગભાવનું તથા હિંસા યુદ્ધાદિક પોષી દ્વેષભાવનું વા અતત્ત્વ-શ્રદ્ધાન પોષી મોહભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. કારણ જે રાગ-દ્વેષ-મોહ ભાવવડે જીવ અનાદિથી દુઃખી થયો તેની વાસના તો જીવને વગર શીખવાડે પણ હતી જ અને વળી આ શાસ્ત્રો વડે તેનું જ પોષણ કર્યું ત્યાં ભલુ થવાની તેમણે શું શિક્ષા આપી? માત્ર જીવના સ્વભાવનો ઘાત જ કર્યો. એટલા માટે એવાં શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય નથી. અહીં વાંચવા-સાંભળવા પ્રમાણે જોડવાં, શીખવાં, શીખવાડવાં, લખવાં અને લખાવવાં આદિ કાર્ય પણ ઉપલક્ષણથી જાણી લેવાં. એ પ્રમાણે સાક્ષાત્ વા પરંપરા વડે એક વીતરાગભાવને પોષણ કરે એવાં શાસ્ત્ર જ અભ્યાસ કરવા યોગ્ય છે.
વક્તાનું સ્વરૂપ
પ્રથમ તો જૈન શ્રદ્ધાનમાં દઢ હોય, કારણ જો પોતે અશ્રદ્ધાળુ હોય તો અન્યને શ્રદ્ધાળુ કેવી રીતે કરે ? શ્રોતા તો પોતાનાથી પણ હીન બુદ્ધિના ધારક છે. તેમને કોઈ સમ્યગ્ યુક્તિ વડે તે શ્રદ્ધાળુ કેવી રીતે કરે ? અને શ્રદ્ધાન જ સર્વ ધર્મનું મૂલ છે. વળી વિદ્યાભ્યાસ કરવાથી જેને શાસ્ત્ર વાંચવા યોગ્ય બુદ્ધિ પ્રગટ થઈ હોય, કારણ એવી શક્તિ વિના તે વક્તાપણાનો અધિકારી કેમ થાય? વળી સમ્યજ્ઞાનવડે સર્વ પ્રકારના વ્યવહાર-નિશ્ચયાદિરૂપ વ્યાખ્યાનનો અભિપ્રાય જે પિછાનતો હોય, કારણ કે જો એમ ન હોય તો કોઈ ઠેકાણે અન્ય પ્રયોજનપૂર્વક વ્યાખ્યાન હોય તેનું અન્ય પ્રયોજન પ્રગટ કરી વિપરીત પ્રવૃત્તિ કરાવે. વળી જેને જિનઆજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય હોય, કારણ કે જો એવો ન હોય તો કોઈ અભિપ્રાય વિચારી સૂત્રવિરુદ્ધ ઉપદેશ આપી જીવોનું બુરું કરે. કહ્યું છે કે
बहुगुणाविज्जाणिलयो असुत्तभासी तहावि मुत्तव्वो । जह वरमणिजुत्तो वि हु विग्धयरो विसहरो लोए ।।
અર્થ:- જે પુરુષ ઘણા ક્ષમાદિક ગુણો તથા વ્યાકરણાદિ વિધાનું સ્થાન છે છતાં જો તે ઉત્સૂત્રભાષી છે તો છોડવા યોગ્ય જ છે. જેમ ઉત્કૃષ્ટ મણિસહિત સર્પ છે તે લોકમાં વિશ્ર્વનો જ કરવાવાળો છે.
વળી જેને શાસ્ત્ર વાંચી આજીવિકાદિ લૌકિક કાર્ય સાધવાની ઇચ્છા ન હોય, કારણ કે જો આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહિ, તેને તો કંઈક શ્રોતાના અભિપ્રાયાનુસા૨ વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. વળી શ્રોતાઓથી વક્તાઓનું પદ ઉંચું છે પરંતુ જો વક્તા લોભી હોય તો તે શ્રોતાથી હીન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com