________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ અધિકાર
[ ૧૩
મહા હિંસાના ફ્લેવર્ડ નર્ક-નિગોદમાં ગમન કરવું થાય. એવું મહાવિપરીત કાર્ય તો ક્રોધ, માન, માયા, લોભની અત્યંત તીવ્રતા થતાં જ થાય. હવે જૈનધર્મમાં તો એવો કષાયવાન થતો નથી. પ્રથમ મૂળ ઉપદેશદાતા તો શ્રી તીર્થંકર કેવળી થયા તે તો મોહના સર્વથા નાશથી સર્વ કષાયથી રહિત જ છે. વળી ગ્રંથકર્તા ગણધર વા આચાર્ય છે તેઓ મોહના મંદ ઉદયથી સર્વ બાહ્માત્મ્યતર પરિગ્રહ છોડી મહા મંદ કષાયી થયા છે, તેમનામાં એ મંદ કષાય વડે કિંચિત્ શુભોપયોગની જ પ્રવૃત્તિ હોય છે અન્ય કાંઈ પ્રયોજન નથી. તથા શ્રદ્ધાળુ ગ્રહસ્થ કોઈ ગ્રંથ બનાવે છે, તે પણ તીવ્ર કષાયી હોતા નથી. જો એ તીવ્ર કષાયી હોય તો સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવાવાળો જે જૈનધર્મ તેમાં તેને રુચિ જ કયાંથી થાય? અથવા જો મોહના ઉદયથી અન્ય કાર્યો વડે કષાયને પોષણ કરે છે તો કરો, પરંતુ જિનઆજ્ઞાભંગ વડે પોતાના કષાયને પોષણ કરે તો તેનામાં જૈનીપણું રહેતું નથી. એ પ્રમાણે જૈનધર્મમાં એવો તીવ્ર કષાયી કોઈ થતો નથી, કે જે અસત્ય પદોની રચના કરી પરનું અને પોતાનું જન્મોજન્મમાં બુરું કરે!
પ્રશ્ન:- પણ કોઈ જૈનાભાસ તીવ્ર કષાયી હોય તે અસત્યાર્થ પદોને જૈનશાસ્ત્રમાં મેળવે અને પાછળ તેની પરંપરા ચાલી જાય તો શું કરવું?
ઉત્ત૨:- જેમ કોઈ સાચા મોતીના ધરેણામાં જૂઠા મોતી મેળવે પણ તેની ઝલક મળતી આવે નહિ, માટે પરીક્ષા કરી, પારખુ હોય તે તો ઠગાય નહિ, કોઈ ભોળો હોય તે જ મોતીના નામથી ઠગાય. વળી તેની પરંપરા પણ ચાલે નહિ, વચ્ચે તરત જ કોઈ જૂઠા મોતીઓનો નિષેધ કરે છે તેમ કોઈ સત્યાર્થ પદોના સમૂહરૂપ જૈનશાસ્ત્રોમાં અસત્યાર્થ પદ મેળવે પરંતુ જૈનશાસ્ત્રના પદોમાં તો કષાય મટાડવાનું વા લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન હોય છે. હવે એ પાપીએ તેમાં જે અસત્યાર્થ પદ મેળવ્યાં છે તેમાં કષાય પોષવાનું વા લૌકિક કાર્ય સાધવાનું પ્રયોજન છે. એ પ્રયોજન મળતું નિહ આવવાથી જ્ઞાની પરીક્ષાવડે ઠગાતો નથી પણ કોઈ મૂર્ખ હોય તે જ જૈનશાસ્ત્રના નામથી ઠગાય. વળી તેની પરંપરા પણ ચાલતી નથી. તરત જ કોઈ એ અસત્યાર્થ પદોનો નિષેધ કરે છે. વળી એવા તીવ્રકષાયી જૈનાભાસ અહીં આવા નિકૃષ્ટ કાળમાં જ હોય છે, પણ ઉત્કૃષ્ટ ક્ષેત્ર કાળ ઘણાં છે તેમાં તો એવા હોતા જ નથી. માટે જૈનશાસ્ત્રોમાં અસત્યાર્થ પદોની પરંપરા ચાલતી જ નથી એમ નિશ્ચય કરવો.
પ્રશ્ન:- કષાય ભાવથી અસત્યાર્થ પદ ન મેળવે, પરંતુ ગ્રન્થકર્તાને પોતાના ક્ષયોપશમ જ્ઞાનમાં કોઈ અન્યથા અર્થ ભાસવાથી અસત્યાર્થ પદ મેળવે તેની તો પરંપરા ચાલે ?
ઉત્ત૨:- મૂલ ગ્રંથકર્તા ગણધરદેવ તો પોતે ચાર જ્ઞાનના ધારક છે તથા સાક્ષાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com