________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
પણ અભાવ થતાં તેઓના અનુસારે અન્ય આચાર્યોએ રચેલા ગ્રંથ વા એ ગ્રંથના અનુસાર રચેલા ગ્રંથની જ પ્રવૃત્તિ રહી. તેમાં પણ કાળદોષથી કેટલાક ગ્રંથનો દુષ્ટ પુરૂષો દ્વારા નાશ થયો વા મહાન ગ્રંથોનો અભ્યાસાદિ ન થવાથી પણ નાશ થયો. વળી કેટલાક મહાન ગ્રંથો જોવામાં આવે છે પણ બુદ્ધિની મંદતાથી આજે તેનો અભ્યાસ થતો નથી. જેમ દક્ષિણમાં ગોમટ્ટસ્વામીની પાસે મૂલબિદ્રી નગરમાં શ્રીધવલ-મહાધવલ-જયધવલ ગ્રંથો હાલ છે, પરંતુ તે દર્શન માત્ર જ છે. (હવે તો પાસ છે ) કેટલાક ગ્રંથો પોતાની બુદ્ધિવડ અભ્યાસ કરવા યોગ્ય છે તેમાં પણ થોડા જ ગ્રંથોનો અભ્યાસ આજે બને છે. એવા આ નિકૃષ્ટ કાળમાં ઉત્કૃષ્ટ જૈનમતનું ઘટવું થયું. છતાં પરંપરા દ્વારા આજે પણ જૈન શાસ્ત્રમાં સત્ય અર્થનાં પ્રકાશક પદોનો સદભાવ પ્રવર્તે છે.
ગ્રંથકર્તાનો આગમ અભ્યાસ
વળી આ કાળમાં હું મનુષ્ય પર્યાય પામ્યો ત્યાં મારા પૂર્વ સંસ્કારથી વા ભલું થવા યોગ્ય હતું તેથી મારો જૈનશાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉધમ થયો, જેથી વ્યાકરણ, ન્યાય, ગણિત આદિ ઉપયોગી ગ્રન્થોનો કિંચિત અભ્યાસ કરી ટીકા સહિત શ્રી સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર, નિયમસાર, ગોમટસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર, તત્ત્વાર્થસૂત્ર, ક્ષપણાસાર, પુરુષાર્થસિદ્ધયુપાય, અષ્ટપાહુડ અને આત્માનુશાસનાદિ શાસ્ત્ર, તથા શ્રાવક-મુનિના આચારનાં પ્રરૂપક અનેક શાસ્ત્ર, સુકથાસહિત પુરાણાદિક શાસ્ત્ર એ વગેરે અનેક શાસ્ત્રમાં મારી બુદ્ધિ અનુસાર અભ્યાસ વર્તે છે. જેથી મને પણ કિંચિત્ સત્યાર્થ પદોનું જ્ઞાન થયું છે. વળી આ નિકૃષ્ટ સમયમાં મારા જેવા મંદબુદ્ધિવાન કરતાં પણ હીનબુદ્ધિના ધારક ઘણા મનુષ્યો જોવામાં આવે છે. તેઓને એ પદોના અર્થનું જ્ઞાન થવા માટે ધર્માનુરાગવશ દેશભાષામય ગ્રંથ કરવાની મને ઇચ્છા થઈ તેથી હું આ ગ્રંથ બનાવું છું. તેમાં પણ અર્થ સહિત એજ પદોનું પ્રકાશન છે. ત્યાં આટલી વિશેષતા છે કે જેમ પ્રાકૃત-સંસ્કૃત શાસ્ત્રોમાં પ્રાકૃત-સંસ્કૃત પદો લખવામાં આવે છે તેમ અહીં અપભ્રંશપૂર્વક વા યથાર્થપણાપૂર્વક દેશભાષારૂપ પદો લખવામાં આવે છે, પરંતુ તેના અર્થમાં કાંઈ પણ વ્યભિચાર નથી. એ પ્રમાણે આ ગ્રંથ સુધી એ જ સત્યાર્થ પદોની પરંપરા પ્રવર્તે છે.
પ્રશ્ન- એ પ્રમાણે પરંપરા તો અમે જાણી, પરંતુ તે પરંપરામાં સત્યાર્થ પદોની જ રચના થતી આવી છે અને અસત્યાર્થ પદ નથી મેળવ્યાં એવી પ્રતીતિ અમને કેવી રીતે થાય?
અસત્ય પદ રચનાનો નિષેધ
ઉત્તર- અતિ તીવ્ર કષાય થયા વિના અસત્યાર્થ પદોની રચના બને નહિ, કારણ કે અસત્ય રચના વડે પરંપરાથી અનેક જીવોનું મહાબુરું થાય અને પોતાને પણ એવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com