________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ અધિકાર
[ ૧૧
ગ્રંથની પ્રામાણિકતા અને આગમ પરંપરા
અકારાદિ ઉચ્ચાર તો અનાદિ નિધન છે, કોઈએ નવા કર્યા નથી. એનો આકાર લખવો તે તો પોતાની ઈચ્છાનુસાર અનેક પ્રકારરૂપ છે, પરંતુ બોલવામાં આવે છે તે અક્ષર તો સર્વત્રસર્વદા એ જ પ્રમાણે પ્રવર્તે છે કે “સિદ્ધો સમાનાય:' અર્થાત્ વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય સ્વયંસિદ્ધ છે. વળી અક્ષરોથી નિપજેલાં સત્ય અર્થનાં પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત છે, તે પણ અનાદિનિધન છે. જેમ “જીવ” એવું અનાદિનિધન પદ છે તે જીવને જણાવવાવાળું છે. એ પ્રમાણે પોતપોતાના સત્ય અર્થમાં પ્રકાશક જે અનેક પદ તેનો જે સમુદાય છે તેને શ્રુત જાણવું. વળી જેમ મોતી તો સ્વયંસિદ્ધ છે તેમાંથી કોઈ થોડાં મોતીને, કોઈ ઘણા મોતીને, કોઈ કોઈ પ્રકારે તથા કોઈ કોઈ પ્રકારે ગૂંથી ઘરેણું બનાવે છે તેમ પદ તો સ્વયંસિદ્ધ છે, તેમાંથી કોઈ થોડાં પદોને, કોઈ ઘણાં પદોને, કોઈ કોઈ પ્રકારે તથા કોઈ કોઈ પ્રકારે ગૂંથી (જોડી વા લખી) ગ્રંથ બનાવે છે, તેમ હું પણ એ સત્યાર્થ પદોને મારી બુદ્ધિ અનુસાર ગૂંથી ગ્રંથ બનાવું છું. તેમાં હું મારી બુદ્ધિપૂર્વક કલ્પિત જૂઠા અર્થનાં સૂચક પદો ગૂંથતો નથી માટે આ ગ્રંથ પ્રમાણરૂપ જાણવો.
પ્રશ્ન- એ જ પદોની પરંપરા આ ગ્રંથ સુધી કેવી રીતે પ્રવર્તે છે?
ઉત્તર- અનાદિ કાલથી તીર્થકર કેવલી થતા આવ્યા છે. તેમનામાં સર્વશપણું હોય છે તેથી તેમને એ પદોનું તથા તેના અર્થનું પણ જ્ઞાન હોય છે. તથા જે વડે અન્ય જીવોને એ પદોના અર્થનું જ્ઞાન થાય એવો તીર્થકર કેવળીનો દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ થાય છે તે અનુસાર ગણધરદેવ અંગ-પ્રકીર્ણકરૂપ ગ્રંથ-રચના કરે છે. વળી તદનુસાર અન્ય અન્ય આચાર્યાદિક નાના પ્રકારે ગ્રંથાદિકની રચના કરે છે. તેને કોઈ અભ્યાસે છે, કોઈ કહે છે તથા કોઈ સાંભળે છે. એ પ્રમાણે પરંપરા માર્ગે ચાલ્યો આવે છે.
હવે આ ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળ ચાલે છે તેમાં ચોવીસ તીર્થંકર થયા. તેમાં શ્રી વર્ધમાન નામના અંતિમ તીર્થંકર દેવ થયા જેઓ કેવળજ્ઞાન બિરાજમાન થઈ જીવોને દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ દેવા લાગ્યા. જે સાંભળવાનું નિમિત્ત પામીને શ્રી ગૌતમગણધરે અગમ્ય અર્થને પણ જાણી ધર્માનુરાગવશ અંગ-પ્રકીર્ણકની રચના કરી. વળી શ્રી વર્ધમાન સ્વામીના મોક્ષ-ગમન પછી આ પંચમ કાળમાં ગૌતમ, સુધર્મ અને જંબૂસ્વામી નામના ત્રણ કેવળી થયા. તે પછી કાળદોષથી કેવળજ્ઞાની હોવાનો અભાવ થયો. કેટલાક કાળ સુધી દ્વાદશાંગના પાઠી શ્રુતકેવળી રહ્યા. પછી તેમનો પણ અભાવ થયો. ત્યાર પછી કેટલાક કાળ સુધી થોડા અંગના પાઠી રહ્યા. તેઓએ એમ જાણ્યું કે “ભવિષ્ય કાળમાં અમારા જેવા પણ જ્ઞાની રહેશે નહિ.” એમ જાણી તેમણે ગ્રંથરચના કરી અને દ્વાદશાંગાનુકૂલ પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના અનેક ગ્રંથ રચ્યા. તેમનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com