________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ અધિકાર
[ ૯
કાંઈ પોતાનું હિત થતું નથી; કારણ કે કષાયભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઈષ્ટ–અનિષ્ટપણું માની આત્મા પોતે જ સુખ-દુ:ખની કલ્પના કરે છે. કષાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખદુઃખની દાતા નથી. વળી કષાય છે તે સર્વ આકુલતામય છે માટે ઇન્દ્રિયજનિત સુખની ઇચ્છા કરવી વા દુઃખથી ડરવું એ બધો ભ્રમ છે. વળી એવા પ્રયોજન અર્થે અરિહંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કષાય હોવાથી પાપબંધ જ થાય છે માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. કારણ કે અરિહંતાદિકની ભક્તિ કરતાં એવાં પ્રયોજન તો સ્વયં સિદ્ધ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક પરમ ઇષ્ટ માનવા યોગ્ય છે. વળી એ શ્રી અરિહંતાદિક જ પરમ મંગળ છે, તેમાં ભક્તિભાવ થતાં પરમ મંગળ થાય છે કારણ “મંગ” એટલે સુખ તેને “લાતિ” એટલે આપે, અથવા “મ” એટલે પાપ તેને “ગાલયતિ” એટલે ગાળે તેનું નામ મંગળ છે. હવે એ વડે પૂર્વોક્ત પ્રકારથી બંને કાર્યોની સિદ્ધિ થાય છે. માટે તેમનામાં પરમ મંગળપણું સંભવે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે પ્રથમ ગ્રંથની શરૂઆતમાં મંગળ કર્યું તેનું શું કારણ? તેનું સમાધાનઃ
મંગલાચરણ કરવાનું કારણ
સુખપૂર્વક ગ્રંથની સમાપ્તિ થાય, પાપના ઉદયથી કોઈ વિઘ્ન ન થાય એ હેતુથી અહીં પ્રથમ મંગળ કર્યું છે.
પ્રશ્ન- અન્યમતી એ પ્રમાણે મંગળ કરતા નથી છતાં તેમને પણ ગ્રંથની સમાસતા તથા વિનનો નાશ થતો જોવામાં આવે છે તેનું શું કારણ?
ઉત્તર:- અન્યમતીની ગ્રંથ-રચના મોહના તીવ્ર ઉદયવડે મિથ્યાત્વ કષાયભાવોને પોષતા વિપરીત અર્થનું નિરૂપણ કરે છે, માટે તેની નિર્વિજ્ઞ સમાપ્તતા તો એ પ્રમાણે મંગળ કર્યા વિના જ થાય. કારણ જો એ પ્રમાણે મંગળવડે મોહ મંદ થઈ જાય તો તેમનાથી એવું વિપરીત કાર્ય કેમ બને? પણ અમે આ ગ્રંથ રચીએ છીએ તેમાં મોહની મંદતાવડે વીતરાગ તત્ત્વવિજ્ઞાનને પોષણ કરવાવાળા અર્થોનું પ્રરૂપણ કરીશું તેથી તેની નિર્વિઘ્ન સમાપ્તતા તો એ પ્રમાણે મંગળ કરવાથી જ થાય. જો એમ મંગળ ન કરવામાં આવે તો મોહનું તીવ્રપણું રહે અને તેથી આવું ઉત્તમ કાર્ય કેમ બને?
પ્રશ્ન:- એ વાત તો ખરી, પરંતુ આ પ્રમાણે મંગળ ન કરનારને પણ સુખ જોવામાં આવે છે-પાપનો ઉદય દેખાતો નથી, અને કોઈ એવું મંગળ કરનારને પણ સુખ દેખવામાં આવતું નથી, પરંતુ પાપનો ઉદય દેખાય છે માટે તેમાં પૂર્વોક્ત મંગલપણું કેવી રીતે બને?
ઉત્તર:- જીવોના સંકલેશ-વિશુદ્ધ પરિણામ અનેક જાતિના છે જેથી પૂર્વે અનેક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com