________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
પ્રાપ્તિ થાય છે. અને આકુલતારૂપ દુઃખનો નાશ થાય છે. વળી એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. કેવી રીતે તે અહીં વિચારીએ છીએ.
અરિહંતાદિકથી પ્રયોજન સિદ્ધિ
આત્માના પરિણામ ત્રણ પ્રકારના છેઃ સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. તીવ્ર કપાયરૂપ સંકલેશ છે, મંદકપાયરૂપ વિશુદ્ધ છે અને કષાય રહિત શુદ્ધ પરિણામ છે. હવે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો તો સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે, વિશુદ્ધ પરિણામ વડે મંદબંધ થાય છે વા વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય તો પૂર્વના તીવ્ર બંધને પણ મંદ કરે છે, તથા શુદ્ધ પરિણામ વડે બંધ થતો જ નથી. કેવળ તેની નિર્જરા જ થાય છે. અરિહંતાદિક પ્રત્યે જે સ્તવનાદિરૂપ ભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે માટે તે વિશુદ્ધ પરિણામ છે. તથા સમસ્ત કપાયભાવ મટાડવાનું સાધન છે તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. તો એવા પરિણામ વડે પોતાના ઘાતક ઘાતિકર્મનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે જ વીતરાગ વિશેષજ્ઞાન પ્રગટ થાય છે. જેટલા અંશે તે (ઘાતિકર્મ) હીન થાય તેટલા અંશથી તે (વીતરાગ વિશેષજ્ઞાન) પ્રગટ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક વડે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. અથવા શ્રીઅરિહંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર, તેમના વચનનું શ્રવણ, નિકટવર્તિ હોવું અથવા તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઇ રાગાદિકને હીન કરે છે. જીવ-અજીવાદિકનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે માટે એ પ્રમાણે પણ શ્રી અરિહંતાદિક વડે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન- તેમનાથી એવા પ્રયોજનની તો એ પ્રમાણે સિદ્ધિ થાય છે પરંતુ જે વડે ઈન્દ્રિયજનિત સુખ ઉપજે વા દુ:ખ વિણસે એવા પ્રયોજનની સિદ્ધિ તેમનાથી થાય છે કે નહિ?
ઉત્તર- અતાદિકમાં જે સ્તવનાદિરૂપ વિશુદ્ધ પરિણામ થાય છે, જેનાથી અઘાતિકર્મોની શાતા આદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે, વળી જે તે પરિણામ તીવ્ર હોય તો પૂર્વે જે અશાતા આદિ પાપપ્રકૃતિ બાંધી હતી તેને પણ મંદ કરે છે, અથવા નષ્ટ કરી પુણ્ય પ્રકૃતિરૂપે પરિણમાવે છે, જે પુણ્યનો ઉદય થતાં ઇન્દ્રિયસુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે, તથા પાપનો ઉદય દૂર થતાં દુ:ખના કારણભૂત સામગ્રી સ્વયં દૂર થાય છે. એ પ્રમાણે પ્રયોજનની સિદ્ધિ પણ તેમનાથી થાય છે.
અથવા જૈનશાસનના ભક્ત દેવાદિકો તે ભક્તપુરુષને અનેક ઇન્દ્રિય-સુખના કારણભૂત સામગ્રીઓનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે. એ પ્રમાણે પણ એ પ્રયોજનની સિદ્ધિ શ્રીઅરિહંતાદિક વડે થાય છે. પરંતુ એ પ્રયોજનથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com