________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કરવામાં આવે છે. પણ સમભિરૂઢનયથી પદવીની અપેક્ષાએ જ એ આચાર્યાદિક નામ જાણવાં. જેમ શબ્દનયથી જે ગમન કરે તેને ગાય કહે છે, પરંતુ ગમન તો મનુષ્યાદિક પણ કરે છે! એટલે સમભિરૂઢનયથી પર્યાય અપેક્ષાએ એ નામ છે. તે જ પ્રમાણે અહીં પણ સમજવું. અહીં સિદ્ધ ભગવાનની પહેલાં અદ્વૈતને નમસ્કાર કર્યા તેનું શું કારણ? એવો કોઈને સંદેહ ઉપજે તેનું સમાધાનઃ
શ્રેષ્ઠ સિદ્ધ પદ પહેલાં અહંતને નમસ્કાર કરવાનું કા૨ણ
નમસ્કાર કરીએ છીએ એ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષાએ કરીએ છીએ. હવે અદ્વૈતથી ઉપદેશાદિકનું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે માટે તેમને પહેલાં નમસ્કાર કર્યો છે.
એ પ્રમાણે અદ્વૈતાદિકના સ્વરૂપનું ચિંતવન કર્યું કારણ કે સ્વરૂપ ચિંતવન કરવાથી વિશેષ કાર્ય સિદ્ધ થાય છે. વળી એ અદ્વૈતાદિને પંચપરમેષ્ઠી પણ કહીએ છીએ. કારણ જે સર્વોત્કૃષ્ટ હોય તેનું નામ પરમેષ્ટ છે. પાંચ જે પરમેષ્ઠી તેના સમાહાર સમુદાયનું
તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી અને પ્રત્યાખ્યાનાવરણી એ ત્રણે પ્રકારના કષાયોનો અભાવ હોવાથી પરિગ્રહ માત્રનો ત્યાગ કરી એ ત્રણે મોક્ષ પ્રાપ્તિ અર્થે મુનિ થયા છે તેથી એ ત્રણેનો હેતુ એક છે. બાહ્ય વ્રતાચરણરૂપ ક્રિયા તથા નિગ્રંથ અવસ્થા એ ત્રણેની સમાન છે. બાર પ્રકારનું તપશ્ચરણ, પાંચ મહાવ્રત, તેર પ્રકારનું ચારિત્ર, સમતા ભાવ અઠ્ઠાવીસ મૂલગુણ, ચોરાશીલાખ ઉત્તરગુણ અને સંયમ એ ત્રણેના સમાન છે. બાવીસ પરિષહ-ઉપસર્ગ સહનતા, આહારચર્યાવિધિ, સ્થાન અને આસન વગેરે એ ત્રણેના સમાન છે. અંતર્બાહ્ય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય અર્થાત્ મોક્ષમાર્ગ પણ એ ત્રણેનો સમાન છે. ધ્યાતા-ધ્યાન-ધ્યેય, જ્ઞાતા-જ્ઞાન-શેય તથા દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ એ ચાર પ્રકારની સમ્યક્ આરાધનાઓનું આરાધન તથા ક્રોધાદિ કષાયોનો જય કરવો પણ એ ત્રણેનો સમાન છે. વધારે શું કહીએ ? ટુંકામાં એટલું જ કે-એ ત્રણે પ્રકારના મુનિજનો ઉ૫૨ પ્રમાણે સર્વ પ્રકારથી સમાન છે. ભેદ માત્ર એટલો જ છે કે-પોતપોતાના પદાનુસાર જે કાંઈ વિશેષતા છે તે જ માત્ર અહીં રહી જાય છે. તે સિવાય બાકીની સર્વ ક્રિયા વા પ્રકારો એ ત્રણેના સમાન છે. એ વાત ન્યાયથી સિદ્ધ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ મુનિત્રયી મહાપુરુષોમાં સર્વથી શ્રેષ્ઠ છે. જો કે તેમના મૂલગુણો વા ઉત્તરગુણો સામાન્ય ગુણોની અપેક્ષાએ સમાન છે તોપણ તેમના કાર્યની અપેક્ષાએ તરતમરૂપે એ ત્રણેમાં ૫રસ્પર ભેદ છે.
ભાવાર્થ:- એ ત્રણેનાં કાર્ય અલગ અલગ હોવાથી તેમના પદ પણ અલગ અલગ છે. અર્થાત્ આચાર્યને આદેશ અને ઉપદેશ દેવાનો અધિકાર છે, ઉપાધ્યાયને માત્ર ઉપદેશ દેવાનો જ અધિકાર છે તથા અન્ય સાધુજનોને ન આદેશ દેવાનો કે ન ઉપદેશ દેવાનો અધિકાર છે. એ પ્રમાણે એ ત્રણેમાં પરસ્પર પોતપોતાના કાર્ય વા પદની અપેક્ષાએ જ તરતમરૂપે વિશેષતા છે.
( શ્રી લાટીસંહિતા સર્ગ ૪થો. શ્લોક ૧૬૦ થી ૧૬૬ તથા શ્લોક ૧૯૭-અનુવાદક.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com