________________
ઉછેર કાર્ય પિતે જાતે જ સંભાળી લીધું એ? જેનું પાણિગ્રહણ પોતે સાવ વિધિ વગર કર્યું હતું,-અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ નહિ, પણ આકાશ અને સરિતાની સાક્ષીએ, એવી એક માછીમારની દીકરીને પોતે બ્રાહ્મણ શ્રેષ્ઠ થઈને, સરે–આમ, દ્વિજત્વની દીક્ષા દીધી એ ? વર્ષોની વ્યવસ્થા કેવળ સગવડ પૂરતી છે, તાત્ત્વિક દૃષ્ટિએ માનવી માત્ર સરખાં છે અને કન્યારત્નને તો નીચ કુલમાંથી યે લઈ લેવું, અને એમ કરીને નીચઊચ્ચેના ભેદે ઉપર યથાશકિત પ્રહારે ઝીંકયે જવા–એવું ભવિષ્યની પેઢીઓને પોતાના નિખાલસ આચરણ દ્વારા શીખવ્યું છે ?
આ પરાશરના સંપર્ક મસ્યગંધામાંથી સત્યવતી સરળ અને પછી એ સત્યવતીએ મહાભારત ને એને લેખક, અને એના પાત્રો આપ્યાં.
૨. વસિષ્ઠ અને વસુઓ
બ્રહ્મર્ષિ વસિષ્ઠ પાસે એક ગાય હતી. સુરભિ એનું નામ. એ ગાયનું દૂધ પીએ, તે અજર અમર થઈ જાય એવી લોકવાયકા હતી.
આ સુરભિને વસિષ્ઠ પાસેથી છીનવી લેવાના અનેક પ્રયત્ન થયા છે. દેવો, ગંધર્વો, મનુષ્યો અને અસુરો-જુદી જુદી જાતના અનેક બળિયાઓએ પિતાના બાહુબળ વડે વસિષ્ઠની આ કામધેનુને તફડાવી જવાની કોશિશ કરેલી છે. પણ અંજામ સહુને એક સરખો જ કરુણ આવ્યો છે. બ્રહ્મર્ષિની ચોરી કરનારાઓને અંતે તે ચોરીની સજામાંથી છૂટવા માટે બ્રહ્મર્ષિના જ પગ પકડવા પડ્યા છે.
આ સુરભિ ઉપર એક વાર એક દેવની દૃષ્ટિ પડી. ના, દેવની નહિ, દેવપત્નીની ! આ દેવપત્નીની પૂવી ઉપર એક પ્રિય સખી હતી. ગાયને જોતાં વેંત દેવપત્નીને થયું કે જે પૃથ્વી પરની મારી સખીને આનું દૂધ પીવા મળે તો એ મારા જેવી જ અજર અમર થઇ જાય !
એટલે સુભિને વસિષ્ઠ પાસેથી ઉપાડી જઈને પેલી સખી પાસે પહેચાડી દેવા તેણે પોતાના દેવપતિને કહ્યું.
વસિષ્ઠને આ વાતની ખબર પડી ત્યારે તેમને દેવોની બેવકૂફી ઉપર પારાવાર હસવું આવ્યું. અજરામરપદ એમ રસ્તામાં પડ્યું છે કે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com