________________
3
મહાભારત કાલી, સત્યવતી, જનગંધા આદિ અનેક નામથી ઓળખાવી છે. પણ મત્સ્યગંધા યૌવનગંધા પણ હતી. યૌવનની ખુલ્લુ એના અંગે અંગમાંથી આવતી. અને યૌવનની ખુલ્લુ મેજનેના યોજના સુધી કયાં નથી પહોંચતી ?
એ ખુલ્લુ પરાશર મુનિ સુધી પહોંચી હતી. જમના તટે જ કદાચ એમને આશ્રમ હશે જમના-પ્રદેશના ધીવરોમાં એમની જબરી પ્રતિષ્ઠા હશે, જમનાને એક કાંઠેથી બીજે કાંઠે જવાનું તેમને વારંવાર બનતું હશે. નદી પર ફરતી હોડીઓના માલિકોમાં એક મહર્ષિ તરીકે તેમની જબરી
ખ્યાતિ હશે. આસપાસના તપોવનમાં ઋષિમુનિઓ સાથે જ્ઞાનગોષ્ઠિ કરીને કિનારા ભણું તે આવતા હશે, ત્યારે માછીમારે અને માછીમારોની, નાવિક સ્ત્રીપુરુષની કુંડીબંધ આંખે, આદર, અભાવ અને ઉમળકાથી તેમના ઉપર મંડાઈ જતી હશે. મત્સ્યગંધાને પિતા આ ધીવરને મુખી, રાજા, છે. બીજા ઋષિમુનિઓ ભલે બીજા કોઈની હોડીમાં બેસે, પણ ઋષિઓમાં અગ્રેસર એવા પરાશરને જમનાપાર કરાવવાને અધિકાર છે. ધીવરરાજને જ મત્સ્યગંધાના પિતાના આ સ્વસિદ્ધ અધિકાર ઉપર તરાપ મારવાની બીજા કેઈ નાવિકમાં હિંમત જ નહિ હોય!
પરાશરે સેંકડવાર મત્સ્યગંધાને જોઈ હશે ? ધીવરની ઝૂંપડીમાં ઘરકામ કરતી એના ખેતરોમાં ઘેરિયા નાખતી, તટ પરના વન-ઉપવનમાં કાષ્ટ ભેગાં કરતી, પત્ર, પુષ્પ, ફૂલ વીણતી, સરિતાના તરંગે વચ્ચે સેલારા મારતી અને આસપાસના ગામડાંઓમાં સરિતાની સમૃદ્ધિ ઠાલવતી ! દિવસે દિવસે વધુ ને વધુ વિકસતા જતા તેના વૌવને મહર્ષિના મન ઉપર, મહર્ષિને પોતાને પણ કદાચ પૂરી કપના નહિ હોય એવી રીતે પકડ જમાવી હશે.
એવામાં એક પ્રસંગ બને છે. ધીવરરાજ કયાંક બહાર ગયો છે અને મહર્ષિને જમનાપાર જવાની ઉતાવળ છે. મત્સ્યગંધા સંચાલન-કળામાં (વહાણ ચલાવવામાં) બાપના જેટલી જ નિપુણ છે. પિતાની ગેરહાજરીમાં મહર્ષિ કોઈ બીજાની નાવનું સન્માન કરે એના કરતાં તે જ કાં એમને પાર ન ઉતારે ?
અને એટલે, ન બનવા જેવું બની જાય છે, અને કલ્પના પણ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com