________________
૧. મહાભારતની આઘજનની
મસ્યગંધા તે મહાભારતની આઘજનની. ધર્મરાજ યુધિષ્ઠિર ગાંડિવધવા અર્જુનની પ્રપિતામહી. ભકતરાજ વિદુર, મહારાજ ધૃતરાષ્ટ્ર અને પરાક્રમી પાંડની તે પિતામહી.
એક માછીમારની કન્યા હસ્તિનાપુરના સિંહાસનના સ્વામીઓના કુલમાં કેવી રીતે આવી ? એક વગડાનું ફૂલ, પ્રતાપી કુરુવંશના રાજકિરીટની કલગી સમું કેવી રીતે બનવા પામ્યું?
જવાબ એક જ છે, રૂપ ! એક તરફ રૂપ, બીજી તરફ રૂપની તૃષા. માનવજાતિ તે નીચ ઊચ્ચેના ભેદ વડે હજારો શું, લાખે વિભાગોમાં, વિભકત છે પણ માનવીમાં જ્યાં સુધી સૌન્દર્યનું આકર્ષણ છે ત્યાં સુધી એક નહિ તે બીજી રીતે પણ ઊંચા નીચા વચ્ચે અવર જવર રહેવાની, પુલ બંધાવાને જ. કઈ કઈ વાર તો એમ પણ લાગે છે કે જ્ઞાતિવાદ કે વર્ણવ્યવસ્થાને મોટામાં મોટો શત્રુ કોઈ હોય તો તે માનવતાવાદ કે સામ્યવાદ નથી, રૂપ છેસ્ત્રીનું રૂપ અને પુરુષની એ રૂપ માટેની અદમ્ય ઝંખના.
પણ મત્સ્યગંધા કુરુકુલમાં આવી તે પહેલાં, તેનાં વિધિપૂર્વક લગ્ન થયાં તે પહેલાં એક રોમાંચક પ્રસંગ તેના જીવનમાં બની ગયો હતો. એ પ્રસંગે મહાભારતને એને લેખક આપ્યો હતે.
મસ્યગંધા પિતાની એકની એક પુત્રી. પિતા યમુના કાંઠાના એ વિસ્તારને, પોતાની જમાતને મુખી ધીવરરાજ, એટલે મત્સ્યગંધાનું માન, એ રૂપાળી ન હેત તો પણ, એના લેકેની વચ્ચે તો રાજપુત્રી જેટલું જ.
પણુ મત્સ્યગંધા રૂપાળી હતી. રૂપ જાતે જ એક રાજગાદી છે. રાજપુત્રી મસ્યગંધા, આ રીતે, બેવડી રાજગાદી પર બિરાજેલી હતી.
ના, ફકત બેવડી જ નહિ, મત્સ્યગંધાની રાજગાદી ત્રેવડી હતી. ખાનદાની અને ખુબસુરતીની સાથે તેનામાં જોબન પણ હતું. જમનાના અફાટ જળપ્રવાહે એ જોબનને માતેલું બનાવ્યું હતું. મત્સ્યગંધાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com