________________
શબ્દપરિચય
પૂરી ન કરે. અપલાપ ઃ કોઈની વાતને તુચ્છ ગણી હલકી પાડવી.
અપવર્ગ : દુ:ખદાયી જન્મ-મરણથી આત્યંતિક મુક્તિ. (મોક્ષનું નામ) અપવર્તન : શસ્ત્રાદિક બાહ્ય નિમિત્તથી
:
આયુષ્યનું ઘટવું. અકાલ મૃત્યુ. પ્રતિસમય કર્મોનું ઘટવું. અપવર્તના મોટા કાળવાળા કર્મને નાની સ્થિતિમાં લાવવું. ઉચ્ચ અધ્યવસાયથી સ્થિતિનું ઘટવું. અપવર્તનીય : બાંધેલું આયુષ્ય એવું હોય કે ખૂટે કે તૂટે. અપવાદઃ ખાસ સંયોગોમાં વિશેષરૂપે કહેલી વિધિને અપવાદ કહેવાય. મોક્ષમાર્ગની સાધના કેવળ સામ્યતાવાળી છે. છતાં ખાસ વૃદ્ધ, પ્લાન, બાલ જેવા સંયોગોમાં સાધકમાં સવિશેષ સાધુજનોને સાધના-સંયમના લક્ષ્ય આહારાદિમાં કંઈક છૂટ લેવી પડે તે અપવાદ. સામાન્યતઃ સામ્યતાની સાધનામાં ઉત્સર્ગ અને શરીરચર્યામાં અપવાદ છે. મોક્ષમાર્ગની સાધનામાં અપવાદ અને ઉત્સર્ગ એમ બે પ્રકાર છે.
ઉત્સર્ગઃ સર્વ પરિગ્રહનો ત્યાગ કરે. ઉત્સર્ગ માર્ગ પરિગ્રહરહિત છે. શ્રમણ દરેક પરિસ્થિતિમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે તેમાં કંઈ
Jain Education International
૧૯
અપાન
પણ છૂટ ન લે અને કઠો૨૫ણે સંયમનું પાલન કરે તે ઉત્સર્ગ છે. છૂટ લેવી તે અપવાદ. અપવાદઃ યોગ્ય રીતે આચરણ કરવાવાળા સાધુજનોને આરોગ્યાદિમાં, ગ્લાન, વૃદ્ધાવસ્થા જેવા ખાસ સંયોગોમાં આત્મભાવ ટકાવવા માટે દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવ, બલ અને વીર્યની યથાશક્તિ આહારાદિમાં યથાર્થ પ્રવૃત્તિ કરે. જેમકે ઉપવાસ ન થાય તો ઉણોદર જેવા તપ કરે. વાસ્તવમાં અસમર્થ સાધુએ જ અપવાદ માર્ગ લેવો. સર્વને માટે ઉત્સર્ગ છે. અપવાદમાં પણ સંયમની જ મુખ્યતા છે. ઉત્સર્ગનો સાધક ખાસ સંયોગોમાં અપવાદ ગ્રહણ કરે.
અપસરણ ઃ અપકર્ષણ – ઘટવું, કર્મોની સ્થિતિ અને રસનું ઘટવું. અપહૃત સંયમ : જે સંયમનો ઘાત ન થાય.
અપાચ્ય ઃ પશ્ચિમ દિશા. પચે નહિ તેવું. અપાત્ર: દાન, જ્ઞાનાદિને અયોગ્ય. અપાદાનકારણ : ઉપાદાન, જે શક્તિમાં કે પદાર્થમાં કાર્ય થાય તે ઉપાદાન. કાર્ય થાય ત્યારે બહાર નિમિત્તની હાજરી હોય.
અપાન : બહારથી વાયુને અંદર ગ્રહણ કરવો. નિશ્વાસ - અપાન.
For Private & Personal Use Only
www.jainelibrary.org