________________
શબ્દપરિચય
અનેકાંતના બે ભેદ : ૧. સમ્યગ્ અનેકાન્ત : યુક્તિ અને આગમની અવિરુદ્ધ એક જ વસ્તુના અનેક ધર્મોના સ્વરૂપનું નિરૂપણ કરવું. જેમ કે આત્મા સ્વભાવે શુદ્ધ છે. અવસ્થામાં રાગાદિસહિત અશુદ્ધ છે. ૨. મિથ્યા અનેકાન્તઃ તત્ કે અતંત્ સ્વભાવ વસ્તુથી શૂન્ય કેવળ કલ્પનાયુક્ત અનેક લક્ષણોનું કહેવું. જેમ કે બધા ધર્મો સરખા છે. વાસ્તવમાં દરેક ધર્મ-દર્શનની પ્રણાલીમાં ભેદ હોય છે.
પ્રયોજન : અજ્ઞજનોને જ્ઞાનસ્વરૂપ આત્માના ઉપદેશ માટે, તેની અનેક શુદ્ધ અવસ્થાઓના જ્ઞાન માટે, તત્ત્વના હેય અને ઉપાદેયના વિવેક માટે. અનેકાન્ત દૃષ્ટિથી તત્ત્વની શ્રદ્ધા કરવાથી સમ્યદૃષ્ટિ થાય છે. વિધિ અને નિષેધની યોગ્યતાની પ્રસિદ્ધિ માટે અનેકાંત છે. અનેરું અસાધારણ, જુદી જાતનું, અનોખું, ઉત્તમ.
:
અન્યત્વ ઃ એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું હોય. અન્યદૃષ્ટિ પ્રશંસા · મિથ્યાદૃષ્ટિના જ્ઞાન - ચારિત્રાદિ ગુણોનો મનમાં આદર ક૨વો, પ્રશંસા કરવી. વળી મિથ્યાદૃષ્ટિમાં ગુણ હોય કે ન હોય
અનેકાન્ત ઉપદેશનું
Jain Education International
૧૭
અપ્
છતાં સદ્ભાવ બતાવવો. તે છતાં દ્વેષ ન કરતાં મધ્યસ્થ રહેવું. અન્યાાનુપ્રેક્ષા : જીવ જગતના સર્વ પદાર્થોથી જુદો છે. તાદાત્મ્ય સંબંધ નથી. હું દેહાદિથી જુદો છું વગેરે ભાવના – અનુપ્રેક્ષા ક૨વી. અન્યોન્યાભાવ : પુદ્ગલના એક વર્તમાન પર્યાયમાં બીજા પુદ્ગલના વર્તમાન પર્યાયનો અભાવ. એક કપડું લાલ રંગનું હોય ત્યારે તેના કાળા રંગનો અભાવ હોય અથવા ઘટમાં પટનો
અભાવ.
અન્યોન્યાશ્રય
હેત્વાભાસ : તાળું લગાવ્યું અને ચાવી ઘ૨માં રહી ગઈ. હવે ચાવી નીકળે તો તાળું ખૂલે કે તાળું ખૂલે તો ચાવી નીકળે. આવી પરસ્પર અપેક્ષા. અન્વય : પોતાના ધર્મ-જાતિનો ત્યાગ
કર્યા વગર પોતાના જ રૂપમાં સ્થિર, ટકી રહેવું. નિત્ય સ્થિત સ્વાત્મભૂત અસ્તિત્વાદિ ગુણ અન્વય કહેવાય છે. સત્તા, સત્ સત્ત્વ, સામાન્ય, દ્રવ્ય, વસ્તુ, અર્થ, વિધિ એકાર્થવાચક છે.
અન્વયી : ગુણ અન્વયી છે. અન્તર્થઃ
• જેવું નામ તેવું કાર્ય, લક્ષણ. જેમકે સૂર્ય તપે છે. અન્વેષણ : શોધ, તપાસ. અપ્ ઃ જળ, પાણી.
For Private & Personal Use Only
www.jainelibrary.org