________________
સી બોલી ઊઠયા કે પૂજેવો જોઈએ. આ રીતે પિતાની બુદ્ધિને પ્રકાશ પાડે. ગુરૂજી ખૂબજ રાજી થયાં. પોતે આપેલ જ્ઞાનને ખરેખર ઉત્તમ ઉપયોગ કર્યો છે. પોતે કરેલ શ્રમ નકામે નથી ગમે જેથી આનંદ થયે. આ સવાલ જવાબ સાંભળી સુભદ્રા પણ સુરેન્દ્રને પ્રેમપૂર્વક અને માનપૂર્વક જોઈ રહી અને રાજપુત્ર કે જે જવાબ આપી શક ન હતો તે શરમથી નીચું જોઈ રહ્યો.
હવે બીજી બાજુ ગુરૂજી વિચારે છે કે આ સુરેન્દ્ર મને ખૂબ જ માન આપે છે. સેવા કરે છે. વિનય અને વિવેકથી નમ્ર છે. મારી વિદ્યા પચાવી છે. પિતા કરતાં પણ વિશેષ માને છે. માટે તેના કલ્યાણ માટે હું વિધિપૂર્વક દેવપૂજા કરું એમ વિચારી ગુરૂજી પ્રાણાયામ દ્વારા દેહશુદ્ધિ કરી દેવીની પૂજા કરવાં બેઠાં.
દેવીની પૂજામાં કમળની જરૂર હોવાથી ગુરૂજી બેલ્યા કે હૈ બુદ્ધિવાને ! સોનેરી પદ્મની માળા લાવે. બધાં બાળકે દોડયા, કેઈમાળીની દુકાનેથી તે કઈ તળાવમાંથી લાવી માળા બનાવી લાવ્યા અને ગુરૂજીને આપી. સુરેન્દ્રનું ભલું કરવા ઈચ્છતાં ગુરૂજીએ તેમની પૂજા આગળ ચલાવી, દેવને કમળના ફૂલે અર્પણ કરવા લાગ્યાં.
એટલામાં ટુંકી બુદ્ધિવાળે રાજપુત્ર રાજમહેલમાંથી સુવર્ણ જેવા રંગવાળી પદ્મમાલા નામની દાસીને લઈને આવી પહોંચ્યા અને ગુરૂજીને કહ્યું હે ગુરુજી ! હું પ માલાને લઈ આવ્યો છું.