________________
૧૭
મુશ્કેલ નહતું તેની બુદ્ધિ અત્યંત કુશાગ્ર હતી. જેથી નગ-- ૨માં તેના વખાણ થવા લાગ્યા.
વિશ્વભૂતિ મહાવિદ્વાન ગુરૂ હતાં તેથી રાજાને પુત્ર નામે અમિત્રદમન પણ સુરેન્દ્રદત્તની સાથે જ અભ્યાસ કરતે. હતો. તેમજ તેમના નગરમાં સાગર નામે એક શ્રેષ્ઠિ રહેતા હતાં. અત્યત ધનવાન અને ગુણવાન તરીકે નગરમાં તેમની નામના હતી. તેમને સત્યભામા નામે પત્નિ હતી અને કમળના જેવી આંખેવાળી અત્યંત સુંદર લાવણ્યવતી પુત્રી સુભદ્રા નામે હતી. નાનપણથી કલા અને વિદ્યા પ્રત્યે પ્રેમવાળી હતી. તે પણ આ બંને કુમારે સાથે વિશ્વભૂતિ પાસે વિદ્યાભ્યાસ કરતી હતી.
અભ્યાસમાં સુરેન્દ્રદત્ત અને સુભદ્રા હોંશિયાર હતા અને રાજકુમાર અલ્પબુદ્ધિવાળો હેવાથી ભણવામાં પાછળ રહી જતે. ગુરૂજી ખૂબજ કાળજીપૂર્વક અને શાંતચિત્તે રાજપુત્રને સમજાવતાં અને રાજપુત્રની પાછળ ઘણે સમય આપતાં છતાં તે સુરેન્દ્રદત્તની સાથે થઈ શક્તો નહિ. જ્યારે શ્રેષ્ઠિપુત્રી સુભદ્રા બુદ્ધિવાન હોવાથી સુરેન્દ્રદત્તની સાથે જ અભ્યાસમાં રહેતી.
વિશ્વભૂતિની શાળામાં બીજા અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં. ગુરૂજી બધાંને સરખા ગણી સમાન રીતે ભણાવતાં. એક દિવસ ગુરૂજીએ સર્વ વિદ્યાર્થીઓની પરીક્ષા કરવાનું વિચાર્યું અને શાળામાંના સર્વ વિદ્યાથીઓને પૂછ્યું-હે બુદ્ધિમાન બાળકે ! મારા સવાલનો જવાબ આપો કે