________________
૧ જે કેઈ વ્યક્તિ રાજાને પિતાના બંને પગ વડે મારે તે તેને શું શિક્ષા કરવી જોઈએ? | " - અલ્પબુદ્ધિવાળા વિદ્યાર્થીઓ બોલ્યાં કે તેને મારી માં જોઈએ. કોઈ કહે તેના બે પગ કાપી નાંખવા જોઈએ. કોઈ કહે તેને ભયંકર સજા થવી જોઈએ. ત્યારે સુરેન્દ્રદત્ત બોલ્યો કે– ભાઈઓ, આ તમે શું બોલે છે ? ગુરૂજીનો પ્રશ્ન બરાબર સમજે, વિચારો અને પછી બોલે મારા મતે તો જે રાજાને પગથી મારે છે. તેની પૂજા કરવી જોઈએ. નગરજનોએ તેને માન આપી ભક્તિ કરવી જોઈએ. આ સાંભળીને સૌ વિદ્યાથીઓ તેની મશ્કરી કરતાં હસવા લાગ્યાં ચારે બાજુ કેલાહલ થઈ રહ્યો. અને પૂછવા લાગ્યા. હે બુદ્ધિશાળી, અમને સમજાવતો ખરે કે કઈ રીતે પૂજવા લાયક કહેવાય? તારી વાત અમારા મગજમાં સહેજે ઉતરતી નથી. તમારી વાત મનાય તેમ નથી. છે ત્યારે સુરેન્દ્રદત્ત બોલ્યા ભાઈએ, જરા શાંતિ રાખે. સાંભળે ફણીધર નાગની ફણા ઉપર રહેલે મણિ લેવાની કોણ ઈચ્છા કરે? સિંહની કેશવાળી ખેંચવાની કેણ હિંમ્મત કરે? કેઈજ નહિં. તે કહે એ મૂર્ખ માનવી રાજાને પગથી મારવાની ઈચછા કરે છે. કેઈજ નહિં. પરંતુ રાજાના ખેળામાં રમતે રાજપુત્ર પ્રેમપૂર્વક કૂદાકૂદ કરે છે. મૂછના વાળ પણ ખેંચે છે અને પગેથી લાતે પણ મારે છે. એક રાજપુત્ર સિવાય બીજા કેઈની તાકાત નથી કે તેમ કરે.
- હવે તમે જ કહો કે તે પગથી મારનાર રાજપુત્રને શું શિક્ષા કરવી જોઈએ? તેને માર કે પૂજવે રેઈએ?