________________
૧પ
કે ફળદાયક હશે? તે વિચાર કરતાં કરતાં શેઠે તે મણિ હાથમાં લીધે–તેની સાથે એક કલાક લખેલે પત્ર પણ મલ્યા. અત્યંત આતુરતા પૂર્વક શેઠે તે મણિ હાથમાં લઈને પત્રમાં લખેલ લેક વાંચવા લાગ્યા. તેમાં લખ્યું હતું કે આ મણિના સ્પર્શ માત્રથી પવિત્ર થયેલ પાણી પીવાથી ગમે તે બુદ્ધિ વગરનો માણસ પણ મહા વિદ્વાન બની જાય છે. પશુ જે માનવી પણ બૃહસ્પતિ સરખે વિદ્વાન બની જાય છે. એ નિઃશંક છે. - શેઠ વિચારે છે. કે અહો ! શું આ બાળકનું મહા ભાગ્ય છે? ખરેખર ઈન્દ્રમહારાજાએ સ્વપ્નમાં કહેલ વાત આજે સત્ય બની રહી છે. ધન ચરૂઓ દ્વારા ઢગલાબંધ મલ્યું અને બુદ્ધિ આ મણિ દ્વારા અપરંપાર મલી ગઈ છે. ખરેખર તે હું મહાભાગ્યવાનું છું કે મારે ઘેર આવા પુત્રરત્નની પધરામણી થઈ છે.
નવજાત બાળકના પગલે મને લક્ષમીના ભંડાર મલ્યા છે તે આ ધન પુત્રના જન્મોત્સવ દ્વારા વાપરી નાંખવું જોઈએ. ગરીબને–ભિક્ષુકોને દાન કરું. ધર્મકાર્યોમાં–જિનાલમાં તેમજ અન્ય ધાર્મિક ક્ષેત્રે આ સઘળું ધન વાપરવું શ્રેષ્ઠ છે. ધન તે વાપરતાં ઢગલાબંધ મળવાનું જ છે. પરંતુ સૌના આશીર્વચને દ્વારા પુત્રનું દીર્ધાયુ જ મારે તે જોઈએ છે.
એમ વિચારી પુત્રને જન્મોત્સવ કર્યો. અઢળક દ્રવ્ય વાપર્યું. જિન મંદિરમાં–જ્ઞાનશાળામાં, દાન–શાળામાં, બાલ શાળામાં ગરીબ ભિક્ષુકોને જમાડયાં. પાણીની માફક દાનમાં