________________
અસીમ કૃપા હતી. દમ દોમ સાહ્યબીથી ભરપૂર હોવા છતાં લક્ષમીને મદ ન હતે.
આ શેઠની પત્નિનું નામ સુભદ્રા હતું. સુભદ્રા ખૂબ જ સ્વરૂપવાન હતી છતાં પતિ પ્રત્યે ભક્તિભાવવાળી અને મધુભાષિની હતી. સરળ અને ધર્મિષ્ઠ હતી. જેથી લોકોમાં પણ તેની વાહવાહ થતી. તેમ છતાં કદી અભિમાન કરતી નહિ. શેઠ સુભદ્રા પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ રાખતે. તેમ સુભદ્રા વિનયથી વર્તતી અને પતિ પાસે દાસી ભાવે વર્તતી હતી.
શેઠ-શેઠાણી ધર્મધ્યાનમાં જીવન પસાર કરી રહ્યાં હતાં. સમગ્ર સૃષ્ટિનું સુખ આવીને મળ્યું હતું. પરંતુ એક પુત્રની ખામી હતી. તે સુભદ્રાને કંટકની જેમ ખુંચતી હતી. સંસારના સુખે ભેગવતાં સમય પસાર કરી રહ્યાં હતાં. પતિવ્રતા ધર્મનું પાલન કરતી હતી.
એકદા સુભદ્રા રાત્રિ સમયે પિતાને ખંડમાં સૂઈ રહી હતી. રાત્રિના પાછલા પહોરે સ્વપ્નમાં સફેદ હાથી ઉપર બેઠેલા ઈદ્રના દર્શન થયાં. તેમજ ઈદ્ર દેવે તેને કહ્યું–
હે પતિવ્રતા કેમલગી, તને લક્ષ્મીવાન અને ગુણવંતે બુદ્ધિવાન પુત્ર થશે.”
આ સાંભળીને સુભદ્રા એકદમ બેઠી થઈ ગઈ અને મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી. ઈષ્ટદેવને પ્રાર્થના કરીને બોલી. હે દેવ, “મારું સ્વપ્ન સાચું કરે.” ત્યારબાદ તે પતિના ખંડમાં ગઈ. પતિને હળવેથી મધુર શબ્દોથી જગાડીને સ્વપ્ન વિષે વાત કરી અને સ્વપ્નના