________________
નવું અને જૂનું પવિત્રતા પ્રાપ્ત કરી છે, તે બહુ સાધનાનું ધન છે, માટે એને બહુ જતન કરીને સંભાળવું જોઈએ, એટલાજ માટે આપણે સ્વેછ–યવનના સ્પર્શથી સૌ રીતે દૂર રહેવા પ્રયત્ન કરવા જોઈએ.
આ સંબંધે એક બે વાતે કહેવા જેવી છે. પ્રથમ તે આપણે સૌ આપણને પિતાને ખાસ પવિત્ર માની બેઠા છીએ તેવું કંઈ નથી, અને માનવજાતિના મોટા ભાગને અપવિત્ર ગણીએ છીએ તે કેવળ અન્યાય જ છે, ફેકટનું અભિમાન છે. એથી તે એકબીજા વચ્ચે અનર્થક વેર ઉભું થાય. એ પવિત્રતાના દંભને કારણે એ બીજાઓ ઉપરને તિરસ્કાર આપણું ચરિત્રને કીડાની પેઠે કોતરી ખાય, એ વાત ઘણાના માનવામાં નહિ આવે. એ લેક તે ગંભીર મેં કરી કહેશે કે, અમે તિરસ્કાર કરીએ છીએ જ કયારે? અમારા શાસ્ત્રમાં લખ્યું છે કે વસુધૈવ કુટુંકવવમ્ ા શાસ્ત્રમાં શું લખ્યું છે ને પંડિતાએ તેની કેવી વ્યાખ્યા કરી છે તે સંબંધે કશું કહેવાનું કારણ નથી, પણ આપણે વ્યવહારમાં કેમ આચરીએ છીએ, અને એ આચરણનું કારણ ગમે તે હોય પણ તેમાંથી સાધારણ મનુષ્યના મનમાં સ્વાભાવિક રીતે જ માનવતિરસ્કાર થાય છે કે નહિ અને એક જાતિના સમસ્ત લેકને બીજી જાતિના સમસ્ત લેકને એમ તિરસ્કાર કરવાને અધિકાર છે કે નહિ, એજ વાત વિચારવા જેવી છે.
બીજી વાત એ છે કે, જડ પદાર્થ જ બહારની મલિનતાથી અપવિત્ર થાય. શેખીન પોશાક પહેરી જ્યારે ફરવા નીકળી પડીએ, ત્યારે સાવચેતીથી ચાલવાની જરૂર છે. કારણકે કપડને માગની ધૂળ લાગે, સુધરાઈના બંબાનું પાણી છંટાય, અનેક પ્રકારના ડાઘ લાગે. આથી સંભાળીને ચાલવું પડે, સંભાળીને બેસવું પડે. ત્યારે પવિત્રતા જે પિશાક જ હોય તે તે સંભાળી સંભાળીને ચાલવું પડે, વખતે કશું લાગે કાળે થાય કે હવા લાગે ડાઘા પડે, એવી પિશાકી પવિત્રતા લઈને સંસારમાં ફરવું એ તે આપદા ! જનસમાજના રણક્ષેત્રમાં, કર્મક્ષેત્રમાં અને રંગભૂમિ ઉપર કારીગરી કરેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com