________________
પા
શતક-૨, ઉસો-૧ ડીઓ અવાજ કરતા કરતા ગતિ કરે છે. અને ઉભી રહે છે. એ જ પ્રમાણે સ્કંદક અણગાર પણ જ્યારે ચાલે છે કે ઉભા રહે છે ત્યારે ખડખડ શબ્દ થાય છે. પણ તે અણગાર તપથી પુષ્ટ છે. માંસ તથા લોહીથી ક્ષીણ છે. પણ તપના તેજ વડે અતીવ શોભે છે.
[૧૧] તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં સમવસરણ થયું.. યાવતું.. ધર્મ સાંભળીને પર્ષદા પાછી ગઈ. હવે કોઈ એક દિવસ રાત્રિના પાછલા પહોરે જાગતા જાગતા ધર્મ વિચારણા કરતા કંઇક અણગારને આવો સંકલ્પ થયો. હું પૂર્વોક્ત ઉદાર તપ વડે યાવતુ દુર્બળો થયો છું. મારી બધી નાડીઓ બહાર તરી આવી છે. તથા હું માત્ર આત્મ બળથી ગતિ અને સ્થિતિ કરી રહ્યો છું... યાવતુ..ચાલુ કે બેસુ ત્યારે ખડખડ શબ્દ થાય છે. આવી સ્થિતિમાં પણ મને ઉત્થાન છે, કર્મ છે, બળ છે, વીર્ય છે અને પુરુષકાર પરાક્રમ પણ છે. તો જ્યાં સુધી આ બધું છે, જ્યાં સુધી મારા ધર્માચાર્ય, ધમોપદેશક અને શુભાર્થી શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. ત્યાં સુધી મારું કલ્યાણ છે. આવતી કાલે વહેલી પ્રભાતે કમળ ખીલે - હરણીની આંખો ખૂલે...યાવતુ....રાતા પ્રકાશવાળો સૂર્ય ઉગે ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈ, વંદી નમી યાવતુ પર્યપાસના કરી તેમની અનુમતી લઈ પાંચ મહાવ્રત આરોપી શ્રમણ - શ્રમણીઓને ખમાવી, તેવા પ્રકારના યોગ્ય સ્થવિરો સાથે વિપુલ પર્વત ઉપર ધીમે ધીમે ચડી મેઘના સમૂહ જેવા વર્ણવાળા અને દેવોને ઉતરવાના સ્થાન રૂપ પૃથ્વીશીલા પટ્ટકનું પ્રતિલેખન કરી, ડાભનો સંથારો કરી, આત્મને સંલેખણા તથા ઝોસણાથી યુક્ત કરી, અનસન કરી, વૃક્ષની પેઠે સ્થિર રહી મારે કાળની અવકાંક્ષા ન કરતાં વિહરવું જોઇએ એ પ્રમાણે વિચારી સવારે
જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં જઈનેયાવતુ...પર્કંપાસના કરે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર કહે છે કે હે સ્કંદક રાત્રે તે ધર્મ ચિંતવન કરતા આ પ્રમાણે સંકલ્પ કરેલ છે. યાવતું.. હે દેવાનુપ્રિય જેમ સુખ ઉપજે તેમ કરો પણ વિલંબ ન કરો.
[૧૧] પછી તે સ્કંદક અનગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુમતિ લઈને હર્ષવાળા, સંતુષ્ટ થઈ, યાવતુવિકસિત દયવાળા થઈને ઉભા થયા. ઉભા થઈ શ્રમણભગવંત મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી પોતાની મેળેજ પાંચ મહાવ્રતોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરી સાધુ અને સાધ્વીઓને ખમાવે છે, ખમાવી તેવા પ્રકારના યોગ્ય સ્થવિરો સાથે વિપુલ પર્વત ઉપર ધીમે ધીમે ચડી, મેઘના સમૂહની જેવા પ્રકાશવાળા અને દેવના રહેઠાણરૂપ પૃથિવીશિલાપટ્ટકને પડિલેહે-ચારે બાજુ તપાસે છે, તેમ કરી વડી નીતિ અને લઘુનીતિ કરવાના સ્થાનને તપાસે છે. પછી તે શીલપટ્ટક ઉપર ડાભનો સંથારો પાથરી, પૂર્વ દિશા તરફ મુખ રાખી પર્યકાસને બેસી, દશે નખ સહિત બને હાથને ભેગા કરી, માથા સાથે અડકાવી, બન્ને હાથને જોડી આ પ્રમાણે બોલ્યા :- અરિહંત ભગવંતને યાવતુ-અચળ સ્વરૂપને પ્રાપ્ત થએલાઓને નમસ્કાર થાઓ. તથા અચળ સ્થાનને પામવાની ઈચ્છાવાળા શ્રમણભગવંત મહાવીરને નમસ્કાર થાઓ. ત્યાં રહેલા શ્રમણભગવંતમહાવીરને અહીં રહેલો હું વાંદું છું, ત્યાં રહેલા શ્રમણભગવંત- મહાવીર અહીં રહેલા મને જૂઓ, એમ કરી ભગવંતને વાંદી, નમી, આ પ્રમાણે બોલ્યા કે:- મેં પહેલાં શ્રમણભગવંતમહાવીરની પાસે કોઇપણ જીવનો વિનાશ ન કરવો, કોઈપણ પ્રકારે કોઈને દુઃખ ન દેવું' એવો નિયમ જ્યાં સુધી જીંદગી ટકે ત્યાં સુધી લીધો હતો અને યાવતુ-“વસ્તુનું જ્ઞાન, જેવી વસ્તુ હોય તેવુંજ કરવું, પણ તેથી જુદું કે ઉલટું ન સમજવું' એવો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org