________________
શતક-૬, ઉસો-૫
૧૩૩ નો સાત દેવ અને સાત હજાર દેવ પરિવાર કહ્યો છે, અને બાકીના દેવોનો નવ દેવ અને નવસો દેવ પરિવાર કહ્યો છે. પ્રથમ યુગલમાં સાતસોનો પરિવાર છે. બીજામાં ચૌદહજારનો પરિવાર છે. ત્રીજામાં સાતહજારનો પરિવાર છે અને બાકીનામાં નવસોનો પરિવાર છે. હે ભગવન્! લોકાંતિક વિમાનો ક્યાં પ્રતિષ્ઠિત છે એટલે લોકાંતિક વિમાનો કોને આધારે છે ? હે ગૌતમ! લોકાંતિક વિમાનો વાયુપ્રતિષ્ઠિત છે, એ પ્રમાણે વિમાનનું પ્રતિષ્ઠાન, વિમાનોનું બાહુલ્ય, વિમાનોની ઉંચાઈ અને વિમાનોનું સંસ્થાન જેમ “જીવાભિગમ' સૂત્રમાં દેવ ઉદ્દેશકમાં બ્રહ્મલોકની વક્તવ્યતા કહી છે તેમ અહિં જાણવું યાવતુ હા, ગૌતમ ! અહિં અનંતવાર પૂર્વે જીવો ઉત્પન્ન થયા છે, પણ લોકાંતિક વિમાનોમાં દેવપણે અનંતવાર નથી ઉત્પન્ન થયા. હે ભગવન્! લોકાંતિક વિમાનોમાં કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! લોકાંતિક વિમાનોમાં આઠ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! લોકાંતિક વિમાનોથી કેટલે અંતરે લોકાંત કહ્યો છે? હે ગૌતમ! અસંખ્ય હજાર યોજનને અંતરે લોકાંતિક વિમાનોથી લોકાંત કહ્યો છે. યાવતુ વિહરે છે. શતક - ઉદેસા: પનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ |
(- ઉદ્દેશક ૬ - ) [૩૦] હે ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે? હે ગૌતમ! સાત પૃથ્વીઓ કહી છે, તે જેમકે, રત્નપ્રભા યાવતું તમતમાપ્રભા, રત્નપ્રભા વગેરે પૃથ્વીથી શરુ કરી યાવત્ અધ સપ્તમી પૃથ્વી સુધીના જે પૃથ્વીના જેટલા આવાસો હોય યાવતુ તેટલા કહેવા થાવતું- હે ભગવન્ અનુત્તરવિમાનો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! પાંચ અનુત્તર વિમાનો કહ્યાં છે. તે જેમકે, વિજય યાવત્ સર્વાર્થસિદ્ધ.
[૩૦૧] હે ભગવન્! જે જીવ મારણાંતિક સમુદ્યાતથી સમવહત થયો અને સમવહત થઈ આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીશલાખ નિરયાવાસમાંના કોઈપણ એક નિરયાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે જીવ ત્યાં જઇને જે આહાર કરે તે આહારને પરિણમાવે અને શરીરને બાંધે ? હે ગૌતમ ! કેટલાક જીવ ત્યાં જઈનેજ આહાર કરે, પરિણમાવે અને શરીરને બાંધે અને કેટલાક જીવ ત્યાંથી પાછા વળે છે, પાછા વળીને અહિં આવે છે અને અહિં આવી ફરીવાર મારણાંતિક સમુદ્દઘાટવડે સમવહત થાય છે, સમવહત થઈ આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીશલાખ નિરયાવાસમાંના કોઈપણ એક નિરયાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય છે અને ત્યારપછી આહાર કરે છે, પરિણમાવેછે, શરીરને બાંધે છે, એ પ્રમાણે યાવતુ અધઃસપ્તમીપૃથ્વી સુધી જાણવું.
હે ભગવન્! મારણાંતિક સમુદ્યાતથી સમવહત થયેલો જે જીવ અસુરકુમારોના ચોસઠલાખ આવાસોમાંના કોઈપણ એક અસુરકુમારવાસમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે જીવ હે ભગવન્! ત્યાં જઈનેજ આહાર કરે? તે આહારને પરિણમાવે? અને શરીરને બાંધે ? જેમ નૈરયિકો સંબંધે કહ્યું તેમ અસુરકુમારો માટે કાવત્ સ્વનિતકુમારો સુધી કહેવું. હે ભગવન્! મારણાંતિક સમુદૂઘાતવડે સમવહત થઇને જે જીવ અસંખ્યય લાખ પૃથિવીકાયના આવાસમાંના અન્યતર પૃથિવીકાયના આવાસમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે જીવ મંદર પર્વતની પૂર્વે કેટલું જાય અને કેટલું પ્રાપ્ત કરે ? હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org