________________
૨૭૮
ભગવદ- ૧૨/-/૧/પ૩૦ શ્રમણોપાસકો ભગવંત આવ્યાની વાત સાંભળી આલબિકા નગરીના શ્રાવકોની પેઠે યાવતુ પપાસના કરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને તથા તે અત્યંત મોટી સભાને ધર્મકથા કહી, યાવતું સભા પાછી ગઈ. પછી તે શ્રમણો પાસકોએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદ્યા અને નમન કર્યું, પ્રશ્નો પૂછ્યા, તેના અર્થો ગ્રહણ કર્યા, ઉભા થઈ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી અને કોષ્ઠક ચૈત્યથી નીકળીને તેઓએ શ્રાવસ્તી નગરી તરફ જવાનો વિચાર કર્યો.
પિ૩૧] પછી તે શંખે બધા શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો! તમે પુષ્કળ અશન, પાન, સ્વાદિમ અને ખાદિમ આહારને તૈયાર કરાવો. પછી આપણે આહારનો આસ્વાદ લેતા, વિશેષ સ્વાદ લેતા, પરસ્પર દેતા અને ખાતા પાક્ષિક પોષ ધનું અનુપાલન કરતા વિહરીશું. ત્યાર પછી તે શ્રમણોપાસકોએ શંખનાને વચન વિનય પૂર્વક સ્વીકાર્યું. ત્યાર બાદ તે શંખશ્રમણોપાસકને આવા પ્રકારનો આ સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો-અશન, યાવતુ ખાદિમ આહારનો આસ્વાદ લેતા, વિસ્વાદ લેતા, પરસ્પર આપતા અને ખાતા પાક્ષિક પોષધને ગ્રહણ કરીને રહેવું અને શ્રેયસ્કર નથી, પણ મારી પોષધશાલામાં બ્રહ્મચર્યપૂર્વક, મણિ અને સુવર્ણનો ત્યાગ કરી માલા, ઉદ્વર્તન અને વિલેપનને છોડી શસ્ત્ર અને મુસલ વિગેરેને મૂકીને તથા ડાભના સંથારા સહિત મારે એકલાને પોષધનો સ્વીકાર કરી વિહરવું શ્રેય છે.' એમ વિચાર કરી, શ્રાવસ્તી નગરીમાં
જ્યાં પોતાનું ઘર છે, ઉત્પલા શ્રમણોપાસિકા રહે છે, ત્યાં આવી ઉત્પલા શ્રમણોપાસિ કાને પૂછી, જ્યાં પૌષધશાલા છે ત્યાં જઈ, પૌષધશાલાને પ્રમાર્જી નિહાર અને પેશાબ કરવાની જગ્યાને પ્રતિલેહી ડાભનો સંથારો પાથરી તેના ઉપર બેઠો, પોષધિગ્રહણ કરી બ્રહ્મચર્યપૂર્વક યાવતુ પાક્ષિક પોષધનું પાલન કરે છે.
- ત્યાર બાદ તે શ્રમણોપાસકોએ શ્રાવસ્તી નગરીમાં પોતપોતાને ઘેર જઈ, પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને તૈયાર કરાવી પરસ્પર એક બીજાને બોલાવી કહ્યું- હે દેવાનુપ્રિયો ! આપણે પુષ્કળ અશન, યાવતુ આહારને તૈયાર કરાવેલો છે, પણ તે શંખ જલદી આવ્યા નહિ, માટે આપણે શંખશ્રમણોપાસકને બોલાવવા શ્રેય સ્કર છે. ત્યારબાદ તે પુષ્કલીએ શ્રમણોપાસકોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે શાંતિપૂર્વક વિસામો લ્યો, અને હું શંખને બોલાવું છું એમ કહી તેણે શંખ શ્રમણોપાસકના ઘરમાં પ્રવેશ કર્યો. પછી તે ઉત્પલા ઋણોપાસિકા તે પુષ્કલિ શ્રમણોપાસકને આવતો જોઈ, હર્ષિત અને સંતુષ્ટ થઈ પોતાના આસનથી ઉઠી સાત આઠ પગલાં તેની સામે જઈ પુષ્કલિ શ્રમણોપાસકને વાંદી અને નમી આસનવડે ઉપનિમંત્રણ કર્યા બાદ બોલી-હે દેવાનું પ્રિયો ! કહો, કે તમારા આગમનનું શું પ્રયોજન છે? ત્યારે તે પુષ્કલિ શ્રમણોપાસિકાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શંખ શ્રમણોપાસક ક્યાં છે ? ત્યાર બાદ તે ઉત્પલાએ તે પુષ્કલિ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તે પોષધશાલામાં પોષધ ગ્રહણ કરી બ્રહ્મચારી થઇને યાવત્ વિહરે છે.'
ત્યાર બાદ તે પુષ્કલિશ્રમણોપાસકે જ્યાં પોષધશાલા છે, અને જ્યાં શંખ છે ત્યાં આવી, ગમનાગમનને પ્રતિક્રમી શંખને વાંદી અને નમીને કહ્યું- હે દેવાનપ્રિય ! અમે ઘણો અશન, યાવત્-સ્વાદિમ આહાર તૈયાર કરાવ્યો છે, તો આપણે જઈએ, અને પુષ્કળ અશન, યાવતું સ્વાદિમ આહારનો આસ્વાદ લેતાયાવતુ-પોષધનું પાલન કરતા વિહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org