________________
૩૮૮
ભગવઈ - ૧૮-૭૭૪૪ કહ્યું હતું તેમ યાવતુ-અરુણાભવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ યાવતુ-સર્વ દુઃખોનો અન્ત કરશે.
[૭૪૫]હે ભગવન્! મહર્દિક યાવતુ-મોટા સુખવાળો દેવ હજાર રુપો વિકુઈવા, પરસ્પર સંગ્રામ કરવા સમર્થ છે? હા ગૌતમ ! છે. તે વિદુર્વેલાં શરીરો એક જીવની સાથે સંબંધવાળા હોય છે કે અનેક જીવ સાથે સંબંધવાળાં હોય છે? હે ગૌતમ! તે બધાં શરીરો એક જીવ સાથે સંબન્ધવાળા હોય છે, પણ અનેક જીવ સાથે નથી. હે ભગવન! તે શરીરનો પરસ્પર અંતરો- એક જીવ વડે સંબદ્ધ છે કે અનેક જીવ વડે હે ગૌતમીતે શરીરો વચ્ચેનાં અંતરો એક જીવ વડે સંબદ્ધ નથી. હે ભગવન્! કોઈ પુરષ તે શરીરો વચ્ચેના આંતરાઓને પોતાના હાથવડે, પગવડે પશે કરતો યાવતુતીક્ષણ શસ્ત્ર વડે છેદતો કાંઈ પણ પીડા ઉત્પન્ન કરી શકે? ઈત્યાદિ આઠમાં શતકના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે થાવતુ- ત્યાં શસ્ત્ર અસર કરી શકે નહિં ત્યાં સુધી કહેવું.
૭િ૪૬]હે ભગવન્! દેવ અને અસુરોનો સંગ્રામ થાય છે? હે ગૌતમ! હા, થાય છે. હે ભગવન્! જ્યારે દેવ અને અસુરોનો સંગ્રામ થતો હોય ત્યારે તે દેવોને કઈ વસ્તુ શસ્ત્રરુપે પરિણત થાય ? હે ગૌતમ ! તણખલું, લાકડું પાંદડું કે કાંકરો વગેરે જે કોઈ વસ્તુનો સ્પર્શ કરે તે વસ્તુ તે દેવોને શસ્ત્રરુપે પરિણત થાય છે. જેમ દેવોને કોઈ પણ વસ્તુ સ્પર્શમાત્રથી શસ્ત્રરુપે પરિણત થાય છે તેમ અસુરોને પણ થાય? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પણ અસુરકુમાર દેવોને તો હંમેશા વિકર્વેલા શસ્ત્રરત્નો હોય છે.
૭િ૪૭]હે ભગવનું ! મોટી ઋદ્ધિવાળો યાવતુ-મોટા સુખવાળો દેવ, લવણસમુદ્ર ની ચોતરફ ફરી શીધ્ર આવવા સમર્થ છે? હા, સમર્થ છે. હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો થાવતુ-દેવ ઘાતકિખંડ દ્વીપની ચારે તરફ ફરી શીધ આવવા સમર્થ છે? હા, સમર્થ છે. એ પ્રમાણે યાવતુ-ચકરવર દ્વીપ સુધી ચોતરફ આંટો મારી શીધ આવવા સમર્થ છે? હા સમર્થ છે. ત્યાર પછી આગળના દ્વીપ-સમુદ્ર સુધી જાય, પણ તેની ચારે બાજુ ફરે નહિ.
| [૭૪૮]હે ભગવન્! શું એવા દેવો છે કે, જેઓ અનંત (શુભપ્રકૃતિરુપ) કમfશોને જઘન્યથી એકસો, બસો કે ત્રણસો વર્ષે અને ઉત્કૃષ્ટથી પાંચસો વર્ષે ખપાવે? હા, એવા દેવો છે. હે ભગવન્! એવા દેવો છે કે, જેઓ અનંત કમશો જઘન્યથી એક હજાર, બે હજાર કે ત્રણ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી પાંચ હજાર વર્ષે ખપાવે ? હા, છે. હે ભગવન ! એવા દેવો છે, કે જેઓ અનંત કમીશો ને જઘન્યથી એક લાખ, બે લાખ કે ત્રણ લાખ વરસે અને ઉત્કરથી પાંચ લાખ વરસે ખપાવે? હા, છે. હે ભગવન્! એવા ક્યા દેવો છે કે જેઓ અનંત કમશોને જઘન્યથી એક સો વર્ષે યાવતુ-પાંચસો વરસે ખપાવે ? યાવતુ-પાંચ હજાર વર્ષે ખપાવે ? યાવતુ-પાંચ લાખ વરસે ખપાવે ? હે ગૌતમ ! વાનવ્યંકર દેવો એકસો વર્ષે અનંતકમીશોને ખપાવે. અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવો અનંતક મીશોને બસો વરસે ખપાવે, અસુરકુમાર દેવો અનંતકમાંશોને ત્રણસો વર્ષે ખપાવે, ગ્રહ-નક્ષત્ર અને તારારુપ જ્યોતિષિક દેવો ચારસો વરસે ખપાવે, તથા જ્યોતિષિકના રાજા અને જ્યોતિષિકના ઈન્દ્ર, ચન્દ્ર અને સૂર્ય પાંચસો વરસે ખપાવે, સૌધર્મ અને ઈશાન કલ્પના દેવો એક હજાર વર્ષે ખપાવે, સનકુમાર અને માહેન્દ્રના દેવો બે હજાર વર્ષે ખપાવે, એમ એ સૂત્રના પાઠ વડે બ્રહ્મલોક અને લાંતકના દેવો ત્રણ હજાર વર્ષે, મહાશુક્ર : અને સહસ્ત્રારના દેવો ચાર હજાર વર્ષે આનત-પ્રાણત અને આરણ-અર્ચ્યુતના દેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org