________________
શતક-૨૫, ઉદ્દેસો-૩
૪૫૯
ઘન ચતુરસ્ર અને પ્રતર ચતુસ્ર ભેદ કહેવા. યાવત્-તેમાં જે ઓજ પ્રદેશિક પ્રતર ચતુ રસ છે તે જઘન્ય નવ પ્રદેશવાળું અને નવ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. અને જે યુગ્મ પ્રદેશિક પ્રતર ચતુરસ્ર છે તે જઘન્ય ચાર પ્રદેશવાળું અને ચાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અંસખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘન ચતુરસ છે તે બે પ્રકારનું તેમાં જે ઓજપ્રદેશિક ઘન ચતુરસ્રછે તે જઘન્ય સત્તાવીશ પ્રદેશવાળું અને સત્તાવીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશ વાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. અને જે યુગ્મ પ્રદેશિક ઘન ચતુરસ્ર છે તે જઘન્ય આઠ પ્રદેશવાળું અને આઠ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. હે ગૌતમ ! આયત સંસ્થાન ત્રણ પ્રકા૨નું છે, તેમાં જે શ્રેણિ આયત છે તે બે પ્રકારનું છે, તે આ પ્રમાણેઓજપ્રદેશિક અને યુગ્મપ્રદેશિક. તેમાં જે ઓજપ્રદેશિક શ્રેણિ આયત છે તે જઘન્ય ત્રણ પ્રદેશવાળું અને ત્રણ આકાશપ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. જે યુગ્મપ્રદેશિક શ્રેણિ આયત છે તે જઘન્ય બે પ્રદેશવાળું અને બે આકાશપ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અંસખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે પ્રતરાયત છે તે બે પ્રકારનું જે ઓજ પ્રદેશિક પ્રતરાય છે તે જઘન્ય પંદર પ્રદેશવાળું અને પંદર આકાશપ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક પ્રતરાયત તે જઘન્ય છ પ્રદેશવાળું અને છ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘનાયત છે તે બે પ્રકારનું કહ્યુ છે, તે આ પ્રમાણે-ઓજપ્રદેશિક અને યુગ્મપ્રદેશિક. તેમાં જે ઓજપ્રદેશિક ઘનાયત છે તે જઘન્ય પિસ્તાળીશ પ્રદેશવાળું અને પિસ્તાળીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક ઘનાયત છે તે જઘન્ય બાર પ્રદેશવાળું અને બાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે.
[૮૭૩] હે ભગવન્ ! પરિમંડલ સંસ્થાન કેટલા પ્રદેશવાળું, અને કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ હોય ? હે ગૌતમ ! પરિમંડલ સંસ્થાન બે પ્રકારનું ઘન પરિમંડલ અને પ્રતર પરિમંડલ, તેમાં જે પ્રતર પરિમંડલ છે તે જઘન્ય વીશ પ્રદેશવાળું અને વીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘન રિમંડલ છે તે જઘન્ય ચાળીશ પ્રદેશવાળું અને ચાળીસ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે. પરિમંડલ સંસ્થાન તે કૃતયુગ્મ નથી, જ્યોજ નથી, દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજરૂપ છે. એ ભગવન્ ! વૃત્તસંસ્થાન દ્રવ્યાર્થપણે શું કૃતયુગ્મ છે-ઇત્યાદિ પ્રશ્ન. ઉત્તર પૂર્વ પ્રમાણે જાણવો. એ પ્રમાણે યાવત્-આયત સંસ્થાન સુધી સમજવું. પરિમંડલ સંસ્થાનો સામાન્યતઃ સર્વસમુદિતરૂપે કદાચ કૃતયુગ્મ, કદાચ જ્યોજ, કદાચ દ્વાપરયુગ્મ, અને કદાચ કલ્યો- જરૂપ હોય છે. તથા પ્રત્યેકની અપેક્ષાએ કૃતયુગ્મ રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org