________________
શતક-૨૫, ઉસો-૪
૪૭૧ નિષ્ક્રપ પરમાણુપુદ્ગલો દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. સંખ્યાત પ્રદેશિક નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાત ગુણા છે. અસંખ્યાત પ્રદેશિક નિકંપ સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે.
[૮૯૨] હે ભગવન્! ધમસ્તિકાયના મધ્ય પ્રદેશો કેટલા કહ્યા છે? અધમસ્તિ કાયના મધ્ય પ્રદેશો, આકાશાસ્તિકાયના મધ્ય એજ પ્રમાણે જાણવું. જીવાસ્તિકાયના આઠ મધ્ય પ્રદેશોકહ્યાછે.હભગવન!જીવાસ્તિકાયનાએઆઠમધ્યપ્રદેશો આકાશાતિ કાયના કેટલા પ્રદેશોમાં સમાઈ શકે?હે ગૌતમ! તે જઘન્ય એક, બે, ત્રણ, ચાર, પાંચ, અને છ પ્રદેશમાં સમાય તથા ઉત્કૃષ્ટ આઠ પ્રદેશમાં સમાય, પણ સાત પ્રદેશમાં ન સમાય.
(-શતક-૨૫ ઉદ્દેશક-પ-) [૮૯૩] હે ભગવન્! પર્યવો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના જીવપર્યયો અને અજીવપર્યવો. અહિં પ્રજ્ઞાપનાસૂત્રનું પર્યવપદ કહેવું.
[૮૯૪] હે ભગવન્! આવલિકા સંખ્યાત સમયરૂપ છે, અસંખ્યાતા સમયરૂપ છે કે અનંત સમયરૂપ છે? હે ગૌતમ! અસંખ્યાત સમયરૂપ છે. હે ભગવન્! આનપ્રાણશ્વાસોચ્છુવાસ એ શું સંખ્યાત સમયરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન.ર્વ પ્રમાણે જાણવું. હે ભગવન! સ્તોક સંખ્યાતા સમયરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. એજ પ્રમાણે જાણવું. અને એ પ્રમાણે લવ, મુહૂર્ત,અહોરાત્ર,પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પ લાંગ, ઉત્પલ, પઢાંગ, પા, નલિનાંગ, નલિન, અચ્છનિપૂરાંગ, અચ્છનિપૂર, અયુતાંગ, અયુત, નતાંગ, નયૂત પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્ર- હેલિકાંગ, શીર્ષ પ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી ને ઉત્સર્પિણીના સમયો સંબંધે પણ જાણવું. પુદ્ગલપરિવત એ શું સંખ્યાત સમયરૂપ છે, અસંખ્યાત સમયરૂપ છે કે અનંત સમયરૂપ છે ? હે ગૌતમ ! અનંત સમયરૂપ છે. એ પ્રમાણે ભૂતકાળ, ભવિષ્યકાળ તથા સર્વકાળ વિષે પણ જાણવું.આવલિકાઓ સંખ્યાતા સમયરૂપ નથી, પણ કદાચ અસંખ્યાતા સમયરૂપ હોય, અને કદાચ અનંત સમયરૂપ હોય. હે ભગવન્! આનપ્રાણી શું સંખ્યાતા સમયરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. અને એ પ્રમાણે યાવતુઅવસર્પિણીઓ સુધી જાણવું. પુદ્ગલપરિવર્તી સંખ્યાતા સમયરૂપ નથી, અસંખ્યાતા. સમયરૂપ નથી, પણ અનંત સમયરૂપ છે. હે ભગવનું ! આનપ્રાણ એ શું સંખ્યાતી આવલિકીરૂપે છે-ઈત્યાદિ પ્રશ્ન. સંખ્યાતી આવલિકારૂપ છે, એ પ્રમાણે સ્તોક યાવતુશીર્ષપ્રહેલિકા સુધી પણ એમ જાણવું.
હે ભગવન્! પલ્યોપમ શું સંખ્યાતી આવલિકારૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તે અસંખ્યાતી આવલિકારૂપ છે. એ પ્રમાણે સાગરોપમ. અવસર્પિણી અને ઉત્સર્પિણી સંબંધે પણ જાણવું. પુદ્ગલપરિવર્ત અનંત આલલિકારૂપ છે. એ પ્રમાણે યાવતુ-સદ્ધા. સુધી જાણવું. હે ભગવન્! આનપ્રાણો શું સંખ્યાતી આવલિકા- રૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. તે કદાચ સંખ્યાતી આવલિકારૂપ હોય, કદાચ અસંખ્યાતી આવલિકારૂપ પણ હોય અને કદાચ અનંત આવલિકારૂપ પણ હોય. એ પ્રમાણે યાવતુ-શીષપ્રહેલિકા સુધી જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org