________________
શતક-૨૫, ઉદ્દેસો-૭
[૯૪૪] હે ભગવન્ ! શું સામાયિકસંયત ઉત્સર્પિણીકાળે થાય, અવસર્પિણીકાળે થાય કે નોઉત્સર્પિણી-નોઅવસર્પિણીકાળે થાય ? હે ગૌતમ ! તે ઉત્સર્પિણીકાળે થાયઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવો. પણ વિશેષ એ કે જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ ચારે પરિભાગમાં સમાન કાળે ન હોય. અને સંહરણની અપેક્ષાએ ચારમાંથી કોઈ પણ એક પરિભાગમાં હોય. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પરિહારવિશુદ્ધિક સંયતઅવસર્પિણી અને ઉત્સર્પિણીકાળે પણ હોય,જો તે અવસર્પિણી કે ઉત્સર્પિણીકાળે હોય તો, તે સંબંધે પુલાકની પેઠે સમજવું. સૂક્ષ્મસંપરાય સંયત નિથની પેઠેજાણવો. એ પ્રમાણે યથાખ્યાત સંયત પણ જાણવો.
[૯૪૫] હે ભગવન્ ! સામાયિકસંયત કાળગત થયા પછી કઇ ગતિમાં જાય ? હે ગૌતમ ! દેવગતિમાં જાય. દેવગતિમાં જતો સામાયિકસંયતભવનવાસીમાં ન ઉત્પન્ન થાય-ઇત્યાદિ બધી વક્તવ્યતા કષાયકુશીલની પેઠે જાણવી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત સંબંધે પણ જાણવું. પરિહારવિશુદ્ધિક સંયત પુલાકની પેઠે અને સૂક્ષ્મસં૫રાય નિગ્રંથની પેઠેજાણવા. યથાખ્યાત સંયત અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય અને કેટલાક તો સિદ્ધ થાય યાવત્-સર્વ દુઃખનો અન્ત કરનાર થાય.સામાયિકસઁયતની ઉત્પત્તિ સંયમની અવિરાધનાને અપેક્ષી-ઇત્યાદિ બધું કષાયકુશીલની પેઠે જાણવું. છેદોપસ્થા પનીય સંયતને પણ એ પ્રમાણે સમજવું. પુલાકની પેઠે પરિહારવશુદ્ધિક અને બાકી બધા નિગ્રંથની પેઠે જાણવા. દેવલોકમાં ઉત્પન્ન થતા સામાયિકસંયતની જઘન્ય બે પલ્યોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. એ પ્રમાણે છેદોપસ્થા પનીય સંયત વિષે પણ સમજવું. પરિહારવિશુદ્ધિક સંયતનીદેવીસ્થતિ જઘન્ય બે પલ્યોપમની અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની કહી છે. બાકીના બધા સંયતો સંબંધે નિગ્રંથની પેઠે જાણવું.
[૯૪૬]હે ભગવન્ ! સામાયિકસંયતનાં કેટલાં સંયમસ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! અસંખ્ય સંયમસ્થાનો કહ્યાં છે. એ પ્રમાણે યાવત્-પરિહારવિશુદ્ધિક સુધી જાણવું. સૂક્ષ્મસંપરાયસંયતનાં અસંખ્ય સંયમસ્થાનો છે અને તેની અંતર્મુહૂર્તની સ્થિતિ છે. યથાખ્યાત- સંયતનાં એક સંયમસ્થાન કહ્યું છે. હે ગૌતમ ! યથાખ્યાત સંયતનું અજઘન્ય અનુત્કૃષ્ટ એક સંયમસ્થાન હોવાથી સૌથી અલ્પ છે, તેથી સૂક્ષ્મ- સંપરાય સંયતનાં અંતર્મુહૂર્ત સુધી રહેનારા સંયમસ્થાનો અસંખ્યગુણાં છે, તેથી પિર- હારવિશુદ્ધિકનાં સંયમસ્થાનો અસંખ્યગુણાં છે, તેથી સામાયિકસંયત અને છેદો- પસ્થાપનીયસંયતના સંયમસ્થાનો અસંખ્યગુણાં છે અને પરસ્પર સરખાં છે.
[૯૪૭] હે ભગવન્ ! સામાયિકસંયતના કેટલા ચારિત્રપર્યવો કહ્યા છે ? અનંત. એ પ્રમાણે યાવત્-યથાખ્યાતસંયત સુધી જાણવું. સામાયિકસંયત બીજા સામાયિક સંયતના સજાતીય ચારિત્રપર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, તુલ્ય હોય અને અધિક હોય અને તેમાં-હીનાધિકપણામાં છ સ્થાન પતિત હોય. એક સામાયિકસંયત છેદોપ સ્થાપનીયસંયતના વિજાતીયચારિત્રપર્યાયના સંબન્ધની અપેક્ષાએ કદાચ હીન હોયઇત્યાદિ છ સ્થાન પતિત હોય. એ પ્રમાણે પરિહારવિશુદ્ધિક સંબંધે પણ સમજવું.એક સામાયિકસંયત સૂક્ષ્મસંપરાયસંયતના વિજાતીયચારિત્રપર્યાયની અપેક્ષાએ હીન હોય, તુલ્ય ન હોય, તે અધિક પણ ન હોય. તેમાં પણ અનંતગુણ હીન છે. એ પ્રમાણે
Jain Education International
૪૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org