________________
પ૨૨
ભગવઈ-૪૦/૧/૧ થી ૧૧/૧૦૦૪ ઉપયોગવાળા છે. તેઓ ક્રોધકષાયી યાવત-લોભકષાયી કે અકષાયી હોય છે. તેઓ સ્ત્રીવેદવાણા, પુરુષ- વેદવાળા, નપુંસકદવાળા અને યાવત-વેદરહિત હોય છે. સ્ત્રી વેદબંધક, પ્રાવતુ- અબંધક પણ હોય છે. સંજ્ઞી હોય છે તેમ ઈન્દ્રિયવાળા હોય છે સંસ્થિતિકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બસોથી નવસો સાગરોપમાં જાણવો. અવશ્ય છએ દિશાનો આહાર હોય છે. સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. આદિના છએ સમુદ્ધાતો હોય છે. મારણાંતિક સમુદ્ધાતથી સમવહત થઈને મરે છે અને સમવહત થયા સિવાય પણ મરે છે. ઉપ-પાતની પેઠે ઉદ્વર્તના પણ જાણવી. અને તેનો ક્યાંય પણ નિષેધ નથી. એમ યાવતુ-અનુત્તરવિમાન સુધી જાણવું. હે ભગવન્! બધાય પ્રાણો યાવતુ-પૂર્વે અહીં અનંતવાર ઉત્પન્ન થયા છે એ પ્રમાણે સોળે યુગ્મોમાં યાવતું-અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે ત્યાં સુધી કહેવું. વિશેષ એ કે, પરિણામ બેઈન્દ્રિયોની પેઠે જાણવું અને બાકી બધું તેમજ સમજવું.
[૧૦૬૫]હે ભગવનું ! પ્રથમ સમયના કતયુગ્મકતયુગ્મરાશિ પ્રમાણ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? તેઓનો ઉપપાત, પરિણામ અને આહાર પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવો. તથા જેમ પ્રથમ સમયના બેઈન્દ્રિયોને કહ્યું તેમ અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદયી અને ઉદીરકો સંબંધે જાણવું. તેમજ કષ્ણલેશ્યાવાળા અને વાવતુ-શુક્લલેશ્યાવાળા સંબંધે જાણવું. બાકી બધું પ્રથમ સમયના બેઈન્દ્રિયોની પેઠે સમજવું. પરન્તુ સ્ત્રીવેદવાળા, પુરુષવેશવાળા અને નપુસંકદવાળા હોય છે. સંજ્ઞીઓ અને અસંજ્ઞી-ઈત્યાદિ બાકી બધું તેમજ જાણવું. એ રીતે સોળે યુગ્મોમાં તેમજ સમજવું. તથા તેઓની પરિમાણ વગેરે બધી હકીકત પૂર્વની પેઠે જાણવી. એ પ્રમાણે અહીં પણ અગિયાર ઉદ્દેશકો તેમ જ કહેવા. પ્રથમ, તૃતીય અને પંચમ ઉદ્દેશક સરખા પાઠવાળા છે, અને બાકીના આઠે ઉદ્દેશકો સરખા પાઠવાળા છે. તથા ચોથા, આઠમાં અને દશમાં ઉદ્દેશકમોમાં કોઈ પણ પ્રકારની વિશેષતા ન કરવી.
(શતકઃ૪૦શતકશતક-૨થી ૨૧) [૧૦૬૬]હે ભગવનું ! કૃષ્ણલેશ્યાવાળા કતયુગ્મકતયુગ્મરાશિપ્રમાણ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ સંશી સંબંધે પ્રથમ ઉદ્દેશક કહ્યો છે તેમ આ પ્રમાણે સમજવો. વિશેષ એ કે બંધ, વેદ, ઉદયી, ઉદીરણા, વેશ્યા, બંધક, સંજ્ઞા, કષાય અને વેદબંધક-એ બધા જેમ બેઈન્દ્રિયોને કહ્યા છે તેમ અહીં કહેવા. કૃષ્ણલેશ્યાવાળા સંજ્ઞીને ત્રણ પ્રકારનો વેદ હોય છે, સ્થિતિ કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ હોય છે. વિશેષ એ કે, સ્થિતિમાં અન્તર્મુહૂર્ત અધિક ન કહેવું. બાકી બધું જેમ તેઓના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું. એમ સોળે યુગ્મોમાં કહેવું. પ્રથમ સમયના કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ સંજ્ઞી પંચેન્દ્રિયો જેમ પ્રથમ સમયના સંજ્ઞી પંચેન્દ્રિયોના ઉદ્દેશકમાં કહ્યું છે તેમજ બધું જાણવું. વિશેષ એ કે તે જીવો કૃષ્ણલેશ્યાવાળા છે એ રીતે સોળે યુગ્મોમાં કહેવું.
[૧૦૬૭એ પ્રમાણે નીલલેશ્યાવાળા સંબંધે પણ શતક કહેવું. વિશેષ એ કે, સ્થિતિકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org