________________
શતક-૪૦, શતક શતક-૨ થી ૨૧
૫૨૩ દસ સાગરોપમ જાણવો. એ પ્રમાણે સ્થિતિસંબંધે પણ સમજવું, તથા એ રીતે ત્રણે ઉદ્દેશકોમાં જાણવું તે રીતે કાપોતલેશ્યા સંબંધે પણ શતક કહેવું. પણ વિશેષ એ કે, સ્થિતિકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક ત્રણ સાગરોપમ. એ પ્રમાણે સ્થિતિ સંબંધે પણ સમજવું. તથા એમ ત્રણે ઉદ્દેશકોમાં જાણવું એમ તેજલેશ્યા સંબંધે પણ શતક કહેવું. વિશેષ એ કે, સ્થિતિકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યા-તમાં ભાગ અધિક બે સાગરોપમ હોય છે. એ રીતે સ્થિતિસંબંધે પણ સમજવું. વિશેષ એ કે નોસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. એમ ત્રણે ઉદ્દેશકોમાં સમજવું.જેમ તેજલેશ્યા સંબંધે શતક કહ્યું છે. તેમ પત્રલેશ્યા સંબંધે પણ આ શતક સમજવું. વિશેષ એ કે સંસ્થિતિકાલ જઘન્ય એક સમય અને ઉત્કટ અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમ છે. વિશેષ એ કે, અહીં અધિક અંતર્મુહૂર્ત ન કહેવું. બાકી બધું તેમજ જાણવું. એમ પાંચે શતકોમાં જેમ કૃષ્ણલેશ્યાના શતકમાં જે પાઠ કહ્યો છે તે પાઠ કહેવો.જેમ ઔધિક શતક કહ્યું છે તેમ શુક્લલેશ્યા સંબંધે પણ શતક કહેવું. વિશેષ એ કે, સ્થિતિકાળ અને સ્થિતિ સંબંધે કૃષ્ણ લેયાશતકની જેમ જાણવું. ભગવનું ! કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો જેમ પહેલું સંજ્ઞીશતક કહ્યું છે તે પ્રમાણે ભવસિદ્ધિકના આલાપથી કહેવું. વિશેષ એ કે, બધા જીવો અહીં પૂર્વે ઉત્પન્ન થયા છે ? એ ઉપપાતના પ્રશ્નનો એ અર્થ સમર્થ નથી-એ નિષેધાત્મક ઉત્તર આપવો. કૃતયુગ્મકૃતયુગ્મરાશિ પ્રમાણ કુષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો જેમ કૃષ્ણલેશ્યાવાળા સંબંધે ઔધિકશતક કહ્યું છે તેમ અહીં પણ જાણવું. એ રીતે નીલલેશ્યાવાળા ભવસિદ્ધિકો સંબંધ પણ શતક કહવું.
જેમ સંજ્ઞી પંચેન્દ્રિયો સંબંધે સાત ઔધિક શતકો કહ્યાં છે રીતે ભવસિદ્ધિકો સંબંધે પણ સાત શતકો કરવાં. વિશેષ એ કે સાતે શતકોમાં સર્વ પ્રાણો પૂર્વે અહીં ઉત્પન્ન થયા છે. તે પ્રશ્નના ઉત્તરમાં યાવતુ-એ અર્થ સમર્થ નથી.'—એમ કહેવું. બાકી બધું તેમજ જાણવું. કૃતયુગ્મ- કૃતયુગ્મરાશિ પ્રમાણ અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો નો અનુત્તર વિમાન સિવાય બધેથી તેમજ ઉપપાત જાણવો. પરિમાણ, અપહાર, ઉંચાઈ, બંધ, વેદ, વેદન, ઉદય અને ઉદીરણા-એ બધું કષ્ણલેશ્યાશતકની પેઠે જાણવું. તેઓ કૃષ્ણલેશ્યા વાળા અને ભાવતુ-શુક્લલેશ્યાવાળા હોય છે, તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.અજ્ઞાની છે, એ રીતે જેમ કૃષ્ણલેશ્યાશતકમાં કહ્યું તેમ સમજવું. વિશેષ એ કે, તેઓ વિરતિરહિત છે. તેઓની સ્થિતિકાળ અને સ્થિતિસંબંધે જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ સમજવું. તેઓને આદિનાં પાંચ સમુદ્ધાતો હોય છે. ઉદ્વર્તના અનુત્તર વિમાનને વર્જીને પૂર્વની પેઠે જાણવી. “સર્વે પ્રાણીઓ પૂર્વે અહીં ઉત્પન્ન થયા છે” એ પ્રશ્નના ઉત્તરમાં “એ અર્થ સમર્થ નથી.’ તેમ કહેવું. બાકી બધું કષ્ણલેશ્યાના શતકને વિષે કહ્યું છે તેમ કહેવું. એ રીતે સોળે યુગ્મોમાં જાણવું. પ્રથમ સમયના કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ અભવસિદ્ધિક સંજ્ઞી પંચે- દ્રિયો જેમાં પ્રથમ સમયના સંજ્ઞીના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ સમજવું. વિશેષ એ કે, સમ્યક્ત, સમ્યમિથ્યાત્વ અને જ્ઞાન બધે નથી. બાકી બધું તેમજ જાણવું. એમ અહીં પણ અગિયાર ઉદ્દેશકો કહેવા. પહેલો, ત્રીજો, અને પાંચમો ઉદ્દેશક સરખા પાઠવાળા છે. અને બાકીના આઠે ઉદ્દેશકો સરખા પાઠવાળા છે. હે ભગવન્! તે એમજ છે. હે ભગવન્! કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org